Abtak Media Google News

ક્રેડાઇ રાજકોટ  બિલ્ડર એસો. તથા આઇઆઇઆઇડી સૌરાષ્ટ્ર ચેપ્ટર દ્વારા આયોજન: પત્રકાર પરિષદમાં અપાઇ વિગતો

ક્રેડઇા રાજકોટ બિલ્ડર્સ એસો. તથા ઇન્સ્ટીટયુટ ઓય ઇન્ડીયન ઇન્ટીરીયર ડીઝાઇનર્સ સૌરાષ્ટ્ર ચેપ્ટર પ્રોપટી એકસો અને શોકેશ-૨૦૧૯ આગામી તા. ૪-૫-૬-૭ જાન્યુઆરી ૨૦૧૯ દરમ્યાન રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવનાર છે. આ એકસ્પો સૌરાષ્ટ્ર અને રાજકોટની ડીમાન્ડ છે. કારણ કે રાજકોટએ સૌરાષ્ટ્રનું બેઝનેશ હબ તરીકે ઉ૫સી આવેલ છે. જેથી આ એકસ્પો દ્વારા રાજકોટ અને સૌરાષ્ટ્રનાં લોકો માટે એક એવું પ્લેટફોર્મ બની રહેશે જેમાં એમના સપનાનું ઘર વિચારેલ હશે તેવા પ્રોજેકટ પણ હશે તો સાથે સાથે ઘર વપરાશને લગતા તમામ ઇન્ટીરીયલ ડીઝાઇનીંગ તથા આર્કિટેકચરલની તમામ જરુરીયાત એક સ્થળે મળી રહેશે.

આ ઉપરાંત આ એકસ્પોમાં ભાગ લેનાર બિલ્ડર્સ, મટીરીયલ્સ સપ્લાયર્સને પોતાના બીઝનેશના રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં વ્યાપ વધારવા એક મોટી તક મળી રહેશે.

ધ પ્રોપર્ટી એકસ્પો એન્ડ શો કેસ ૨૦૧૯ આ વર્ષે વિવિધ પ્રકારની પ્રદર્શકોની પ્રોફાઇલ્સ સાક્ષી કરશે. દેશભરના સુપ્રસિઘ્ધ અને પ્રખ્યાત પ્રદર્શકો આ ઇવેન્ટનો એક મહત્વનો ભાગ બનવા માટે સજજ છે. જેમાં બિલ્ડરો, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, વિકાસ કર્તાઓ, અને અન્ય ઘણા વ્યવસાયોના પ્રદર્શકોના પ્રોફેશનલ્સ આ એકસ્પોનો એક ભાગ હશે. આ ઉપરાંત પ્રોપર્ટી ડેવલોપર્સ અને નાના મોટા બિલ્ડર્સ, સેનેટેરીવેર્સ અને બાથ ફીટીંગ્સ, સ્ટોન અને ટાઇલ્સ ઉત્પાદકો, ડોર અને વિન્ડો, હાર્ડવેર  અને ફર્નીચર ફીટીંગ્સ, કીચન અને હોમ એપ્લાયન્સીઝ, લાઇટસ અને ઇલેકટ્રીમ આઇટમ્સ, પ્રીન્ટ અને ક્ધટ્રકશન્સ કેમીકલ્સ, ડેકોરેટીવ ગ્લાસ અને ગ્લાસ ફીટીંગ્સ, એરકંડીશન્સ, બીલ્ડીંગ મટીરીયલ્સ, પ્રોફેશ્નલ અને ડીઝાઇન એકેડેમીક ઇન્સ્ટીટયુટ અને ઘણાં બધા લોકો જોડાશે.

આ એકસ્પો દરમિયાન જમીન પર રપ૦ થી વધુ પ્રદર્શકો હશે. સમગ્ર ઇવેન્ટમાં કોન્ફરન્સ અને સેમીનારનું આયોજન ર૦૦ લોકોની બેઠક ક્ષમતા  સાથે થશે. એકસ્પોમાં કુલ ૩૦ હજાર સ્કે. ફુટ જગ્યામાં પ્રદર્શન વિસ્તાર ૧.૫૦ લાખ સ્કવેર ફીટ છે. ૧૫૦૦ થી વધુ લોકોની બેઠકની ક્ષમતા ધરાવતા સેન્ટ્રલ પ્લાઝા હશે. ઇવેન્ટ પ્રેક્ષકો માટે વિશિષ્ટ એવોર્ડસ શો યોજવામાં આવશે. સમગ્ર રાજયને દેશના ૪૦ હજાર થી વધુ મુલાકાતીઓ એકસ્પોમાં હશે. ક્રેડાઇ આર.બી. એ અને આઇઆઇઆઇડી ના રાષ્ટ્રીય સભ્યો પણ આ પ્રસંગે હાજર રહેશે.

આ આયોજનમાં ક્રેડાઇ રાજકોટ બીલ્ડર્સ એસો. ના પ્રમુખ પરેશ ગજેરા, ચેરમેન સ્મીત કનેરીયા, ઉપપ્રમુખ વાય.બી. રાણા અને ધ્રુવિકભાઇ પટેલ, સેક્રેટરી સુજીત ઉદાણી, જોઇન્ટ સેક્રેટરી અમીત રાજા, ખજાનચી જીતુભાઇ કોઠારી, જોઇન્ટ ટ્રેઝેરર અમીત ત્રાંબલીયા, ઉપરાંત મેમ્બર સર્વે અનીલ જેઠાણી, મીહીર મણીઆર, સમીર ગામી, દીલીપ લાડાણી, નીખીલ પટેલ, દીનેશ ઢોલરીયા, વિક્રાંત શાહ, આશીષ મહેતા, રસીક કપુરીયા તેમજ ઇન્વાઇટી બોર્ડ મેમ્બર આદિત્ય લાડાણી, ચેતન રોકડ, હાર્દિક શેઠ, રણધીરસિંહ જાડેજા અને રૂષીત ગોવાણી જહેમત ઉઠાવી રહ્યા છે.

આ ઉપરાંત ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડીયન ઇન્ટિરીયલ ડિઝાઇનર્સ સૌરાષ્ટ્ર ચેપ્ટરનાં ચેરમેન આનંદ શાહ, સેક્રેટરી મેહુલ બુઘ્ધદેવ, કીરીટ  ડોડીયા, હરેશ પરસાણા, ભરત હપાણી, અતુલ રાજપરા, ભાવેશ મલકાણ, મનીષ વડગામા, જીટેશ ધ્રાંગા, એડવાઇઝરી મેમ્બર વીરલ સીલ્હર તથા મૌકતિક ત્રિવેદી, જયેશ કાનપરા, સ્પોન્સર અને મેમ્બરશીપ કમીટીના રાછેસ પીપલીયા, સાગર પટેલ, ચંદુભાઇ પટેલ, કલ્ચરલ અને ફેમીલી કમીટીમાં જાનકી હકાણી, નીસીતા દસાણી, નેહલ મનીઆર, નેહા ચોવટીયા, પ્રેસેન્ટેશન કમીટીના રવિ વડગામા, હાર્દિક ગંડા, નૈર્સગી ઝંકાર, શીતલ ઉદાણી, સક્રિયતાથી જોડાયેલ છે. જયારી પત્રકાર પરીષદનું સંચાલન રીઝલ્ટ એડવર્ટાઝીંગ પ્રા.લી. ના ડીરેટકર જીતુ કોઠારી અને મેહુલ દામાણી દ્વારા કરવામાં આવેલ હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.