Abtak Media Google News

દિવાળી સમયે જ કેટલાક પોલીસ કર્મીઓની દિવાળી બગડી તો કેટલાયની સુધરી

જુનાગઢ પોલીસ બેડામાં એસ.પી.સૌરભસિંઘે ઘરખમ ફેરફારો કરતા બદલીઓને લઈને હાલ ચર્ચાનો માહોલ જામ્યો છે. દિવાળી સમયે જ બઢતી તેમજ બદલીના દૌરથી કયાંક ખુશી તો કયાંક ગમનો માહોલ જોવા મળે છે.

આ અંગે વધુ વિગત અનુસાર જુનાગઢમાં એસ.પી.સૌરભસિંઘે દિવાળી પહેલા જ પોલીસ બેડામાં ઘરખમ ફેરફારો કર્યા છે. જેમાં ૬ પી.આઈ, ૧૪ પી.એસ.આઈ અને ૨ પી.એસ.આઈ.ને પી.આઈ.નું પ્રમોશન આપવામાં આવ્યું છે. જે પીઆઈની બદલી કરાઈ છે તેમાં જુનાગઢ બી ડીવીઝનના એમ.ઝેડ.પટેલને માંગરોળ મરીન, કેશોદના ડી.જે.ઝાલાને સીપીઆઈ માંગરોળ, સીપીઆઈ જુનાગઢ આર.બી.સોલંકીને જુનાગઢ બી ડીવીઝન પોલીસ, સીપીઆઈ માણાવદર, કે.એમ.ગૌસ્વામીને સીપીઆઈ જુનાગઢ, માંગરોળ મરીનના એ એસ.ડામોરને સીપીઆઈ માણાવદર, સીપીઆઈ માંગરોળ સી.એમ.ગમારને ટ્રાફિક શાખામાં મુકાયા છે.

આ સાથે પીએસઆઈની બદલી કરાઈ છે. જેમાં આર.એમ.ચૌહાણને કેશોદમાં, આર.જે.રામને માંગરોળમાં, જે.બી.કરચૂરને બી ડીવીઝન જુનાગઢમાં, વી.કે.ઉજીયાને મેંદરડા, એન.બી.સાંબલીયાને શહેર ટ્રાફિક શાખા, એન.બી.ચૌહાણને એલસીબી, બી.એસ.જાડેજાને એ ડીવીઝન, એન.કે.વિંઝુડાને વંથલી, પી.બી.લકકડને સી ડીવીઝન, ડી.કે.વાઘેલાને બી ડીવીઝન, આર.કે.રાઠવાને જુનાગઢ તાલુકા, એ.કે.પરમારને બાંટવા, કે.કે.ઓડેદરાને માળીયાહાટીના, એચ.વી.રાઠોડને વિસાવદર મુકવામાં આવ્યા છે. આ સાથે આર.એચ.ચૌહાણ કેશોદમાં અને એચ.વી.રાઠોડને વિસાવદર પોલીસ સ્ટેશનમાં બદલી સાથે પી.આઈ તરીકે બઢતી આપવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.