સર્વધર્મ સમભાવ અને મુલ્ય આધારિત રાજનીતિથી લોકો માહિતગાર થાય તે માટે યોજાઈ છે સંગઠન સંરચના જેવા કાર્યક્રમો: ભાજપ અગ્રણીઓ

86

રાણીંગાવાડી ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઈ: મોહનભાઈ કુંડારીયા, ભીખુભાઈ દલસાણીયા, શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, ગોરધનભાઈ ઝડફીયા સહિતના આગેવાનોએ માર્ગદર્શન પૂરું પાડયું

સંગઠન પર્વ, બુથ સમિતિની  સંરચના  તેમજ તાજેતરમાં પ્રદેશ ભાજપની યોજના અનુસાર થઈ ગયેલ અને આગામી કાર્યક્રમો અંતર્ગત ભાજપ ધ્વારા શહેરની રાણીંગા વાડી ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, શબ્દશરણભાઈ બ્રહમભટૃ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, જશુબેન કોરાટ, રાજેશ ચુડાસમા,પ્રદેશ ભાજપ અગ્રણી ગોરધનભાઈ ઝડફીયા તેમજ રાજેશભાઈ ચુડાસમાની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં  સૌરાષ્ટ્ર ઝોનના ઈન્ચાર્જ- સહઈન્ચાર્જો,  તેમજ રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો, જામનગર શહેર અને જિલ્લો, દેવભુમિ દ્વારકા, મોરબી, જુનાગઢ શહેર અને જિલ્લો, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર શહેર અને જિલ્લો, બોટાદ,  અને સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના જીલ્લા મહાનગરના પ્રભારીઓ, પ્રમુખ-મહામંત્રીઓ, સંગઠન પર્વના ઈન્ચાર્જ, સંરચના અધિકારી-સહ અધિકારી સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.આ બેઠકનો ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં  સ્વાગત પ્રવચન કરતા કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે પાર્ટીની પ્રણાલીકા મુજબ દર ત્રણ વર્ષો સંગઠન સંરચના કરવામાં આવતી હોય છે ત્યારે સંગઠન પર્વ અંતર્ગત નોંધાયેલ સક્રિય સભ્યો અને  બુથ સમિતિની સંરચના વિશે માહિતી આપી હતી. આ તકે ભીખુભાઈ દલસાણીયા, શબ્દશરણભાઈ બ્રહમભટૃ અને ગોરધનભાઈ ઝડફીયાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠા જેવી કે રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રીય એક્તા, લોક્તંત્ર, સામાજીક-આર્થિક સમસ્યાઓ પ્રતિ ગાંધીવાદી

દ્રષ્ટિકોણના આધાર પર, સમતાયુક્ત અને શોષ્ાણમુક્ત સમાજની રચના, સકારાત્મક બિન સાંપ્રદાયિક્તા- સર્વ ધર્મ સમભાવ અને મૂલ્ય આધાિરત રાજનિતી થી છેવાડાનો માનવી માહિતગાર થાય અને રાષ્ટ્રભાવનાથી પ્રેિરત થાય તે માટે તેને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારામાં જોડવા ભારતીય જનતા પાર્ટી ધ્વારા સગઠન પર્વ અને સંગઠન સંરચના જેવા કાર્યક્રમો આવતા હોય છે. તાજેતરમાં યોજાયેલ સેવા સપ્તાહ  કાર્યક્રમો અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યક્રમો  જેવા કે નિ:શુલ્ક મોન્સુન મેડીકલ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, દલિત વિસ્તારોમાં નાસ્તા વિતરણ, સીવીલ હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ  અંતર્ગત માહિતિ પુરી પાડવામાં આવેલ.

કાર્યક્રમનું સંચાલન શબ્દશરણભાઈ બ્રહમભટ્ટે ર્ક્યૂ હતું. આ કાર્યક્રમની  સંપૂર્ણ વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી  હરેશ જોષથીએ સંભાળી હતી.

Loading...