પ્રોકબડ્ડી લીગ સિઝન-7 આજે ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટસ ટકરાશે બેંગ્લુરુ બૂલ્સ સાથે

પ્રો કબડ્ડી લીગની સિઝન-7માં રવિવારે ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ ગયા વર્ષની ચેમ્પિયન ટીમ બેંગલુરૂ બુલ્સ સામે ટકરાઈને પોતાના પડકારનો પ્રારંભ કરશે. જાયન્ટસ સિઝન-6 ની ફાઇનલમાં અત્યંત રસાકસીભરી મેચમાં બેંગલુરૂ બુલ્સ સાથે ટકરાઈ હતી પરંતુ હોમ ટીમ જૂના પરિણામને પાછળ છોડીને નવેસરથી પ્રારંભ કરી રહી છે.

જાયન્ટસના કોચ નીર ગુલીયા જણાવે છે કે “હા, તે એક યાદગાર ફાઇનલ હતી. પરંતુ તે હવે ભૂતકાળ બની ગઈ છે.  અમારી પાસે યુવા ખેલાડી અને ભારે જોશ ધરાવતી ટીમ છે. અમે ગઈ સિઝનની તુલનામાં  અમારું  પરફોર્મન્સ  બહેતર બનાવવા માટેનો આત્મવિશ્વાસ ધરાવીએ છીએ. હકીકતમાં ખેલાડીઓ આજે પણ મેચ રમવા તૈયાર છે. તેઓ ઉત્સાહથી સજજ છે ,ચોકકસપણે જોશ હાઈ છે.”

Loading...