કુખ્યાત ભુમાફીયા સહિત ૧૧ વિરૂદ્ધ ગુજકોક એક્ટ હેઠળ કાર્યવાહી

જમીન પર ગેરકાયદે દબાણ, ખૂનની કોશિષ, ખંડણી સહિતના ગુન્હામાં સંડોવાયેલા સુલતાન ખાન પઠાણ ગેંગના ૫ આરોપીઓની ધરપકડ

અમદાવાદ શહેર અને તેના આસપાસના વિસ્તારમાં સુલતાન ખાન પઠાણ ઉર્ફે સુલતાન ગેંગના સભ્યોનો આતંક ખૂબ વધી રહ્યો હતો. અનેકવિધ પ્રકારના ગુન્હાઓ આચરી જાહેર જનતાનું હિત ડહોળવાનું કારસ્તાન કરતી ગેંગ વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. સુલતાન ગેંગના ૧૧ શખ્સો વિરુદ્ધ ગુજસીટોક એકટ હેઠળ ગુન્હો નોંધાયો છે.

અમદાવાદ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સુલતાન ગેંગના સાગરીતોએ મિલકત – જમીન પચાવવી, ખૂનની કોશિશ, દારૂ – જુગાર અને ખંડણી જેવા ગંભીર ગુનાહિત કૃત્યો આચરીને લોકોમાં ડરનો માહોલ ઉભો કર્યો છે. અગાઉ સુલતાન ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેને લીધે અમદાવાદ પોલીસ કમિશ્નરે તમામ ગુન્હાઓ તપાસ કરાવ્યા બાદ સુલતાન ગેંગ વિરુદ્ધ ગુજરાત ક્ધટ્રોલ ઓફ ટેરીરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટના કાયદા હેઠળ ગુનો નીંદહાઈ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. કુલ ૧૧ આરોપીઓ સામે ગુનો નોંધાયો ચશ. જેમાં ત્રણ આરોપીઓ હાલ પાસા હેઠળ અલગ – અલગ જેલમાં ચબ્સ. અમદાવાદમાં ગુજસીટોક આ બીજો ગુનો ગુન્હો નોંધાયો છે.

સુલતાન ગેંગનો આતંક વેજલપુર, સરખેજ ને અસલાલી વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં જોવા મળે છે. મિલકત – જમીન પચાવી પાડવી, ખૂનની કોશિશ લરવી, ખંડણી માંગવી, વીજ ચોરી, દારૂ – જુગાર, આર્મ્સ ધાડ સહિતના ગંભીર ગુના આ ગેંગ દ્વારા આચરવામાં આવ્યા છે. આ ગેંગ લોકોને ડરાવી ધમકાવી પૈસા પડાવતી હતી જેથી પ્રજા પણ આ ગેંગના આતંકથી કંટાળી હતી. આ ગેંગ સામે કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે સૂચના આપતા ઝોન ૭ના નાયબ પોલીસ કમિશ્નર અને તેમની ટીમએ સુલતાન ગેંગના સાગરીતોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૦થી આ ગેંગે ૭૬ જેટલા અલગ અલગ ગુના આચર્યા ચેબ. જેમાં તેમની ધરપકડ પણ કરાઈ હતી. આ ગેંગ સામે ગુજસીટોક એકટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ગેંગના આરોપી વસીમ ઉર્ફે બાપુ કુરેશી, મહમદ નદીમ દહેલવી, મહંમદ જાવેદ દહેલવી, સલીમખાં પઠાણ અને મહંમદ જુનેદની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે સુલતાનખાન પઠાણ, અમીરખાન પઠાણ અને ઇરફાન હુસેન શેખ હાલમાં પાસા હેઠળ જેલમાં બંધ છે. બાકીના ત્રણ આરોપીઓ હાલ ફરાર છે.

Loading...