પ્રો કબડ્ડી: શું ગુજરાતની ટીમ ફાઇનલમાં જીતી શકશે?

1454
pro-kabaddi-league
pro-kabaddi-league

પ્રો. કબડ્ડી લીગની પાંચમી સીઝનમાં આજે ગુજરાત અને પટના વચ્ચે ફાઇનલ મેચ રમાશે

વર્તમાન ચેમ્પિયન પટના પાઇરેટસ તથા નવોદીત ટીમ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ વચ્ચે અહીં આજે શનિવારે પ્રો કબડ્ડી લીગની પાંચમી સીઝનની ફાઇનલ રમાશે.

મુંબઇ ખાતેના પ્રથમ કવોલિફાયર મુકાબલામાં બેંગાલ વોરિયર્સને ૪૨-૧૭ થી હરાવીને ગુજરાતે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ગુરુવારે સુકાની પ્રદીપ નરવાલે અણીના સમયે હાંસલ કરેલા પોઇન્ટસના આધારે પટનાની ટીમે બીજા કવોલિફાયરમાં બંગાલન ટીમને ૪૭-૪૪ થી હરાવીને ફાઇનલમાં સ્થાન નિશ્ર્ચિત કર્યુ હતું. પ્રદીપે આ મુકાબલામાં ૨૩ રેઇડ પોઇન્ટ હાંસલ કરીને આ મુકામ મેળવ્યો છે. ગુજરાતના સુકાની ફઝલ અત્રાચેલીએ જણાવ્યું હતું કે વર્તમાન પ્રો કબડ્ડીની સીઝન મારા માટે શાનદાર રહી છે. ટીમ નવી છે  અને ફાઇનલ સુધી પહોચવા માટે અમે ભારે મહેનત કરી છે. અમે એક ટીમ તરીકે રમ્યા છીએ. ગુજરાતના કોચ મનપ્રીતસિંઘે પણ ફાઇનલ મુકાબલો લાઇવ વાયર સમાન સાબિત થશે તેવી આશા વ્યકત કરી હતી.

Loading...