Abtak Media Google News

સ્પાર્ટન સ્પોર્ટસ મેનેજમેન્ટ દ્વારા કરાયું આયોજન: બોયઝની ૮ અને ગર્લ્સની ૪ ટીમે લીધો ભાગ

સ્પાર્ટન સ્પોર્ટસ મેનેજમેન્ટ દ્વારા ભારતની રાષ્ટ્રીય રમત હોકીને પ્રોત્સાહન આપવા તા. ૮ જુન સુધી રાજકોટમાં મેજર ઘ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ પર રાત્રિ પ્રકાશ હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ટુર્નામેન્ટનું ઉદધાટન શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે પૂર્વ ભારતીય હોકી ટીમના કેપ્ટન ધનરાજ પિલ્લાઇ ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા. તેમજ રમતવીરોને પ્રોત્સાહન આપ્યું હતું.

Vlcsnap 2018 06 04 11H45M14S205Vlcsnap 2018 06 04 11H47M57S49ધનસુખ ભંડેરીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રો. હોકી લી. સીઝન સેક્ધડ ૨૦૧૮ નો તાજેતરમાં શુભારંભ થયો. ગુજરાત ભરની બોયઝની ૮ ટીમ અને ગર્લ્સની ૪ ટીમ છે. ગુજરાતભરનાં હોકી પ્લેયરો ઉત્સાહ ભેર આ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ છે. રાજકોટ મહાનગરપાલીકાનો અનેક વિધ ગ્રાઉન્ડનો ઉપયોગ બાળકોના વિકાસ માટે થાય તેવો હેતુ દર્શાવતા તમામ સ્પર્ધકોના શુભેચ્છા પાઠવી.

Vlcsnap 2018 06 04 11H45M54S101

કમલેશ મેવાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ખુબ સારી વાત છે કે રાજકોટ ખાતે સ્પોસ્ટસ ક્ષેત્રે પ્રગતિ થઇ રહી છે. ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે સાધનો વિસાવ્યા છે તે પણ બાળકોને માટે ઉપયોગી બની રહ્યા છે. તાજેતરમાં તેનું ઉદધાટન કરવામાં આવ્યું હતું જે બાળકોના વિકાસ માટેની અગત્યની બાબત છે.

Vlcsnap 2018 06 04 11H46M19S108

અનુપમસિંહ ગેહલોતે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજકોટ મહાનગરપાલિકાના ગ્રાઉન્ડમાં હોકી ટુર્નામેન્ટ યોજવામાં આવેલ છે. જેમાં ૮ ટીમ પુ‚ષો  અને ત્રણ ટીમ મહીલાઓની છે. ગુજરાત રાજયમાં સૌથી સારામાં સારુ હોકી ગ્રાઉન્ડ રાજકોટ પાસે છે જે બાબત ગૌરવની છે. આ ટુર્નામેન્ટ સવારે અને સાંજે ચાલવાની છે. રાજયમાં અને દેશનાં સારામાં સારા પ્લેયર મળશે તેમ જણાવ્યું  પૂર્વ ભારતીય હોકી ટીમ કેપ્ટન ધનરાજ પીલ્લાઇએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું છે સૌ પ્રથમ સમગ્ર ટીમની ધન્યવાદ ખાસ કરીને હોકીની ટુર્નામેન્ટ  ભારતમાં ખુબ જ ઓછી થતી હોય છે. ત્યારે કમિશ્નરશ્રીને આયોજન બદલ ધન્યવાદ પાઠવ્યા અને રાજકોટ જેવા શહેરમાં પ્રો હોકી લી. બેનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. જેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાંથી પણ ટીમો આવેલી છે.

Vlcsnap 2018 06 04 11H46M40S55

જો અત્યારનાં સમયમાં બાળકોની હોકી રમત પ્રત્યેની આપવામાં આવશે તો બાળકો આગળ વધી ભારતનું નામ રોશન કરશે. ઉપરાંત નેશનલ લેવલે પણ નામ રોશન કરશે. ખાસ કરીને છેલ્લા ચાર વર્ષથી તેઓ ગુજરાત સાથે એટલે કે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત સાથે જોડાયેલ હતા. ચાર વર્ષથી ગુજરાતની હોકી ટીમનું એક નામ થયું છે. નેશનલમાં જયારે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની ટીમ જાય ત્યારે જાણવા મળે કે ગુજરાતનું પરફોમેન્સ ખુબ જ સારુ થઇ ગયું છે. અને ગુજરાતના બાળકો નેશનલ લેવલે રીપ્રેસેન્ટ કરે તેવી આશા વ્યકત કરી.

Vlcsnap 2018 06 04 11H46M51S169

Vlcsnap 2018 06 04 11H45M36S181Vlcsnap 2018 06 04 11H45M24S59

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.