Abtak Media Google News

મધ્યપ્રદેશમાંથી ઝડપાયેલો ઇકબાલ રિમાન્ડ પર

જામનગરમાં દસ માસ પૂર્વે ઓસવાળ કોલોનીમાં પ્રોફેસર અને જમીન લે વેંચના ધંધા સાથે સંકળાયેલ ભગવાનજી રાજાણી પર થયેલ ફાયરીંગ પ્રકરણનાં આરોપી ઇકબાલ બાઠીયાને હથિયાર સપ્લાય કરનાર શખ્સને એટીએસ અને જામનગર એસઓજીએ સંયુક્ત ઓપરેશન પાર પાડી મધ્યપ્રદેશથી પકડી પાડ્યો છે. એલસીબી પોલીસે આ શખ્સને શનિવારે દસ દીવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

ગત વર્ષે પ્રોફેસર અને જમીન મકાનની દલાલી કરતા પ્રોફેસર રાજાણી પર જામનગરના કુખ્યાત ઇકબાલ બાઠીયા સહિતના શખ્સોએ ફાયરીંગ કર્યા હતા. આ બનાવમાં જયેશ પટેલની સંડોવણી ખુલી હતી. દરમિયાન ઇકબાલ બાઠીયાને હથિયાર સપ્લાય કરનાર મધ્યપ્રદેશના ધાર જીલ્લાના પટવા ગામના બળવંતસ઼િહ ઉર્ફે બલ્લુ અશોકસિંહને એટીએસ અને એસઓજીએ પકડી પાડ્યો હતો. જામનગર એસઓજી પોલીસે આરોપીનો કબજો સંભાળી જામનગર લઇ આવી કોવિડ રીપોર્ટ કરાવ્યો હતો જે નેગેટીવ આવતા શુક્રવારે રાત્રે તેની ધરપકડ કરી લેવામાં આવી હોવાનું એસઓજી પોલીસે જણાવ્યું છે. આ શખ્સને સાત દિવસની રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. બલ્લુએ રાજકોટ, મોરબી, અમદાવાદ, જામનગરમાં સોથી વધુ હથિયારો સપ્લાય કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. જામનગરમાં કેટલે અને કોને કોને હથિયારો સપ્લાય કરવામાં આવ્યા છે તેનો તાગ રિમાન્ડ દરમિયાન મળી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.