Abtak Media Google News

સ્કુટીના માલીક રાજદીપસિંહને ટ્રાફિકના નિયમોના ઉલ્લંધન બદલ ૬૧૦૦ રૂા.નો દંડ લખનૌ પોલીસે ફટકાર્યો?

ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીને શનિવારે સ્કુટીમાં બેસાડીને સ્વારી કરવાની બાબત રાજકીય મુદ્દો બની ગયો છે. પ્રિયંકા જે સ્કુટીમાં બેસીને પૂર્વ આઇપીએસ દારાપુરીના પરિવારજનોને મળવા ગયા હતા. તેના માલીક રાજદીપ સિંહને લખનૌ પોલીસની ટ્રાફીક બ્રાન્ચે પાંચ કેસો ઠપકારીને ૬૧૦૦ રૂા નો મેમો આપી દીધો છે. રાજદીપસિંહને હેલ્મેટ વગર ડ્રાઇવીંગ કરવા, ટ્રાફીક સિગ્નલનું ઉલ્લંધન કરવા, ખરાબ નંબર પ્લેટ લગાવવા, ભજનક રીતે ડ્રાઇવીંગ કરવા અને લાયસન્સ વગર ડ્રાઇવીંગ કરવાનો કેસ કરીને દંડ ભરવાનો મેમો આપવામાં આવતા આ મુદ્દો હવે રાજકીય રંગ પકડશે તેવું મનાય રહ્યું છે. નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ થયેલા હિંસક પ્રદર્શન મામલામાં ધકપકડ કરાયેલા સેવાનિવૃત્ત આઈપીએસ ઓફિસર એસ.આર. દારાપુરીના પરિવારજનો સાથે મુલાકાત કરવા માટે શનિવારે પ્રિયંકા ગાંધી લખનૌમાં પક્ષનાં કાર્યાલયેથી નિકળ્યા હતા. પરંતુ લોહિયા ચાર રસ્તા પર તેમને રોકવામાં આવ્યા હતા. જેથી પ્રિયંકા ગાંધી પોતાની ગાડીમાંથી ઉતરીને ચાલવા લાગ્યા, તો તેમને ઘેરવામાં આવ્યા અને એક મહિલા પોલીસકર્મીએ તેમનું ગળું દબાવ્યું હતું. સાથે ધક્કો પણ માર્યો અને તે પડી ગયા હતા. પછી પ્રિયંકા ગાંધી પક્ષનાં એક આગેવાનનાં ટૂ-વ્હિલર પર નિકળ્યા હતા. આ દરમિયાન ન તો કોંગ્રેસ કાર્યકર્તા અને ન તો પ્રિયંકા ગાંધીએ હેલ્મેટ પહેર્યું હતું. ત્યારબાદ લખનૌ પોલીસે ૬૧૦૦ રૂપિયાનો મેમો ફાડયો છે.’

7537D2F3 24

પ્રિયંકા ગાંધીએ હેલ્મેટ ન પહેરવા પર સોશિયલ મીડિયા પર સવાલ ઉઠી રહ્યાં હતા. ત્યારબાદ લખનૌ ટ્રાફિક પોલીસે તે સ્કૂટીનો ૬૧૦૦ રૂપિયાનો મેમો ફાડયો છે. આ મેમો હેલ્મેટ ન પહેરવાને લઈને સહિતના પાંચ ટ્રાફિકને લગતા ગુન્હાઓ આચરવા બદલ ફટકારવામાં આવ્યો છે. આ સ્કુટી રાજસ્થાનના ધારાસભ્ય અને એ આઈસીસીના ઉત્તરપ્રદેશના સદાયક ઈન્ચાર્જ ધીરજ ગુર્જરે ચલાવીને પ્રિયંકાજે દારાપૂરીના ધરે લઈ ગયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.