Abtak Media Google News

ભાઇ રાહુલ બાબાની વ્હારે આવતા બેન પ્રિયંકા

હાલ કોંગ્રેસમાં આંતરીક જવાબદારી સંભાળતા પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી સમયે મેદાનમાં ઉત્તરી સભાઓ-રેલીઓ ગજવશે

૨૦૧૯ની ચુંટણી જંગનું રણશીંગુ ફુંકાઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસે વિવિધ રાજયોમાં વિધાનસભા ચુંટણીમાં લડાઈથી નેટ પ્રેકટીશ કરી લીધી છે. હવે ૨૦૧૯ લોકસભા ચુંટણીમાં બંને વચ્ચે ખરાખરીની ટકકર થવાની છે. હાલ ભાજપની નેતાગીરી સામે કોંગ્રેસની નેતાગીરીને થોડીક નરમ માનવામાં આવે છે. ચુંટણીઓમાં કોંગ્રેસની હાર પાછળ રાહુલ બાબાને જવાબદાર ઠેરવવામાં આવે છે. જેથી રાહુલ ગાંધી મુશ્કેલીમાં ફસાતા જણાઈ છે ત્યારે ભાઈ રાહુલને બચાવવા પ્રિયંકા ગાંધી મેદાનમાં ઉતરે તેવી શકયતા છે.

કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીના રોલ અંગે કોંગ્રેસના પ્રવકતા અભિષેક સંઘવીએ કહ્યું હતું કે, પ્રિયંકા ગાંધી ચુંટણીમાં ગેમ ચેન્જર બની રહેશે. લોકસભા ચુંટણીમાં પ્રિયંકા ગાંધી મહત્વનો ભાગ ભજવશે. અત્યારે પ્રિયંકા ગાંધી કોંગ્રેસની અંદર મહત્વની જવાબદારી ઉપાડી રહ્યા છે. આગામી સમયમાં ચુંટણી સમયે રેલીઓ અને સભાઓ પ્રિયંકા ગાંધી ગજવે તેવી શકયતા છે.

કોંગ્રેસને મજબુત બનાવવા માટે રાહુલ ગાંધીના પ્રયત્નો પુરતા નથી તેવું છેલ્લી કેટલીક ચુંટણીઓના પરીણામોથી ફલિત થાય છે. આવા સમયે તેમના બહેન પ્રિયંકા ગાંધી પણ મેદાનમાં ઉતરી ભાજપ સામે ચુંટણી પ્રચાર કરે તેવું માનવામાં આવે છે. થોડા વર્ષો પહેલા પણ રાહુલની જગ્યાએ પ્રિયંકાને કોંગ્રેસની કમાન સોંપવામાં આવે તેવી માંગ કોંગી કાર્યકરો દ્વારા જ કરવામાં આવી હતી તે સમયે પણ પ્રિયંકા ગાંધીને રાજકારણમાં વધુ એકટીવ કરવામાં આવે તેવું ઘણાને યોગ્ય લાગતું હતું. જોકે કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને હુકમનું પાનુ માને છે. ખુબ મુશ્કેલીના સમયે પ્રિયંકા ગાંધીનો યોગ્ય સ્થાને ઉપયોગ થશે તેવું રાજકીય નિષ્ણાંતોમાં ચર્ચાઈ રહ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.