Abtak Media Google News

યુરોપમાં વેકેશન અને પોતાનો જનમદિન મનાવ્યા બાદ પ્રિયંકા ચોપરા ફરી કામે વળગી ગઈ છે. બોલીવૂડમાં હાલ તેની પાસે હાથ પર એક પણ પ્રોજેકટ નથી તેથી પ્રિયંકા મેમસા’બ અમેરિકામાં જ રહે છે.અત્યારે તેની અભિનયની ‘દુકાન’ અહી કરતા ત્યાં ધમધમે છે. તે ટીવી શો કવોન્ટિકોની આગલી સીરીઝ માટે બૂક થઈ ગઈ છે. વળી તે હોલીવૂડમાં નિર્માત્રી પણ બની ગઈ છે. પ્રિયંકા હોલીવૂડમાં એટલી બધી છવાઈ ગઈ છે કે તે એક અમેરિકી ટેલેન્ટ શોમાં જજ બની ગઈ છે. હોલીવૂડમાં તેનું વર્ચસ્વ જોઈને બિચ્ચારી દીપિકા બડૂકોન બળીને રાખ થઈ ગઈ છે.કેમકે ટ્રિપલ એકસના ધબડકા બાદ ડિપ્પી ઉર્ફે દીપિકા પાસે એક પણ હોલીવૂડ ફિલ્મ નથી. સામા છેડે પ્રિયંકા પાસે હોલીવૂડની ઓફરોનો વરસાદ વરસ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.