Abtak Media Google News

મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વેરિયરનો વિડિઓ વાયરલ થયો હતો. એકવાર વિડિઓ રીલિઝ થયો તે પછી, તે ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી. એવું લાગે છે કે આ વિડિઓથી તેણે ઘણો ફાયદો થયો છે અને તેના હાથે બોલીવુડની ફિલ્મ આવી છે.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર પ્રિયા પ્રકાશ વારિયરને રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિમ્બા’માં કામ કરવાની ઑફર મળી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં છે.

પોતાનો વિડીયો વાયરલ થતા જ પ્રિયા પ્રકાશને ઘણી બધી ફિલ્મોની ઑફર્સ આવી હતી. ‘સિમ્બા’ ફિલ્મનાં કૉ-પ્રોડ્યુસર કરણ જોહર ઇચ્છતા હતા કે ફિલ્મમાં પ્રિયા પ્રકાશને લેવામાં આવે. આ પહેલા પ્રિયા પ્રકાશ પણ રણવીર સિંહ સાથે કામ કરવાની ઇચ્છા જાહેર કરી ચુકી છે.

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ફિલ્મમાં હિરોઇનનો રોલ લાંબો નથી, પરંતુ બોલિવુડને પ્રિયામાં રસ છે. પ્રિયાનાં ચાહકો તેને બોલિવુડમાં ‘સિમ્બા’ ફિલ્મથી જોવે તો નવાઇ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.