Abtak Media Google News

IRCTCનાં શેરોનાં ભાવ ૨૦ ટકા વધી ૧૪૦૦ રૂપિયાએ પહોંચ્યો

નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા જે બજેટ રજુ કરવામાં આવ્યું તેમાં રેલવેને પણ ઘણીખરી સુવિધાઓ પુરી પાડવામાં આવી છે ત્યારે રેલવેનાં ખાનગીકરણ બાદ આઈઆરસીટીસી જાણે દોડતું થયું હોય તેવું લાગી રહ્યું છે. આઈઆરસીટીસી આવતાની સાથે જ ભારતીય રેલવેનું સ્તર ખુબ જ સુધર્યું છે અને આઈઆરસીટીસીમાં જે કોઈ રોકાણકારોએ રોકાણ કરી શેર ખરીદયા છે તેને બખ્ખા થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. બજેટ રજુ થયા બાદ ટુંક સમયમાં આઈઆરસીટીસીનાં શેરોમાં ૨૦ ટકાનો વધારો નોંધાયો હતો અને પ્રતિ શેર ૧૪૦૦ રૂપિયાએ પહોંચ્યો હતો. સાથો સાથ ઓનલાઈન રેલવે ટીકીટ બુકિંગની આવક પણ ૨૨,૦૦૦ કરોડને પાર પહોંચી હતી ત્યારે એ વાત સ્પષ્ટ થઈ રહી છે કેે, સરકાર દ્વારા રેલવેમાં જે ખાનગીકરણ કરવામાં આવ્યું છે તેનાથી રેલવેનું સ્થાન અનેકઅંશે સુધર્યું છે.

આઈઆરસીટીસીએ રેકોર્ડ સ્થાપિત કરી ૧૪.૮૮ ટકાનાં ગ્રોથ સાથે શેરનાં ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો ત્યારે સેન્સેકસમાં ૨૦ ટકાનો ગ્રોથ થતાની સાથે જ આઈઆરસીટીસીનાં શેરનો ભાવ ૧૪૦૦એ પહોંચ્યો છે. હાલ આઈઆરસીટીસીનાં શેરનાં ટ્રેડીંગ વોલ્યુમ ૪.૬૯ લાખ શેરનું જોવા મળી રહ્યું છે જેમાં બીએસઈએ સરખામણી કરતા ૨.૦૫ લાખ શેર દર બે અઠવાડિયામાં ટ્રેડીંગ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું છે. આઈઆરસીટીસીનાં શેરમાં ભાવનાં ઉછાળા બાદ ઓનલાઈન રેલવે ટીકીટ બુકિંગ પોર્ટલ ૨૨,૬૧૩ કરોડે પહોંચ્યો છે. ગત વર્ષે ઓકટોબર માસમાં આઈઆરસીટીસીએ આઈપીઓ પબ્લીક વચ્ચે મુકયો હતો જેમાં આઈપીઓ ૧૧૨ ગણો વધુ જોવા મળ્યો હોવાનું પણ સામે આવ્યું છે. ૨.૨ કરોડ શેરની ઓફર સામે ૨૨૫ કરોડનાં શેર આઈઆરસીટીસી કંપનીને મળેલા છે કે જે એક સરકારી કંપની માટે રેકોર્ડબ્રેક હોવાનું પણ સામે આવ્યું હતું.

7537D2F3 3

આઈઆરસીટીસીએ આઈપીઓ થકી ૬૪૫ કરોડની વસુલાત કરી છે જેમાં પ્રતિ શેરનો ભાવ ૩૧૫થી ૩૨૦નો રહેવા પામ્યો હતો. રેલવેની ઓનલાઈન ટીકીટ માટે આઈઆરસીટીસીને માન્યતા આપવામાં આવી છે. માત્ર ઓનલાઈન ટીકીટ જ નહીં પરંતુ કેટરીંગ સર્વિસ પેકેજ ડ્રિકીંગ વોટર રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં ઉપલબ્ધ કરાવવા માટેની માન્યતાઓ આપેલી છે ત્યારે રેલવેના ખાનગીકરણે જાણે આઈઆરસીટીસીને દોડતુ કર્યું હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.