Abtak Media Google News

કોરોનાના સંક્રમણને રોકવા રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને કોર્પોરેશનના આરોગ્યના અધિકારીને મંજુરી માટે અધિકૃત કરાયા

ટેસ્ટના દર નિયત કરાયા: લેબ. ૪૫૦ થી લઇને ૬૦૦ સુધીનો ચાર્જ લઇ શકશે

મહામારી સંદર્ભે નાગરિકોને ત્વરિત સારવાર મળી રહે અને સંક્રમણને રોકવા માટે નિદાન એક અગત્યનું પાસું છે ત્યારે રાજ્યમાં યોગ્યતા ધરાવતી લેબોરેટરીઓને કોવીડ -૧૯ માટેનો રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા માટે મંજુરી આપવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.આ માટે જે તે જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ને મંજૂરી આપવા માટે અધિકૃત કરાયા છે એમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયુ છે.

વધુમાં જણાવાયાનુસાર રાજયમાં હાલના તબક્કે વિવિધ લેબોરેટરીઓને છઝઙઈછ ટેસ્ટ માટે રાજ્યકક્ષાએ થી માન્યતા આપવામાં આવેલ છે.વિવિધ ખાનગી લેબોરેટરીઓ તરફથી રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા માટે રાજ્ય સરકાર પાસે મંજુરી માંગવામાં આવેલ હતી . જે અન્વયે રાજ્યમાં વિવિધ શરતોને આધિન યોગ્યતા ધરાવતી લેબોરેટરીઓને કોવીડ -૧૯ માટેનો રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા માટે મંજુરી આપવામા આવી છે. જેમાં જે તે લેબોરેટરીમાં એમ.ડી. પેથોલોજીસ્ટ કે એમ.ડી. માઈક્રોબાયોલોજીસ્ટ ફરજીયાત ઉપલબ્ધ હોવા જોઈએ,જે તે લેબોરેટરી પાસે જરૂરી માનવ સંસાધન તેમજ સાધનો પણ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવા જોઈએ, લેબોરેટરીએ રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા માટે જે તે જિલ્લા / કોર્પોરેશનના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કે આરોગ્ય અધિકારી , મહાનગરપાલિકા પાસે મંજુરી મેળવવાની રહેશે.મંજુરી મેળવ્યા બાદ જ જે તે લેબોરેટરી રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરી શકશે.

આ ઉપરાત જે લેબોરેટરીને છઈંઙછ ટેસ્ટની મંજુરી મળેલ હોય તેને પણ રેપીડ એન્ટીબોડી ટેસ્ટની મંજુરી મેળવવાની રહેશે. લેબોરેટરીએ જે તે દિવસે કરેલા ટેસ્ટની સંપૂર્ણ વિગતો જે તે જિલ્લા / કોર્પોરેશનને અચૂક આપવાની રહેશે, તેમજ આ માહિતી દર્દી અને હોસ્પિટલ સિવાય અન્ય કોઈપણ સંસ્થાને આપવાની રહેશે નહિ . જ લેબોરેટરીએ ટેસ્ટ કરવા માટે આઈ.સી.એમ.આર. માન્યતા પ્રાપ્ત ઊકઈંજઅ કે ઈકઈંઅ રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કીટ વાપરવાની રહેશે તેમજ રીપોર્ટમાં તેનો ઉલ્લેખ કરવાનો રહેશે.માન્યતા આપવામાં આવેલ તમામ લેબોરેટરીઓએ ભારત સરકાર કે રાજ્ય સરકારની વખતો વખતની માર્ગદર્શિકાનો અચુક અમલ કરવાનો રહેશે .

આ રેપીડ એન્ટીબોડી ટેસ્ટ માટેના દર નિયત કરવામા આવ્યા છે જેમા ઊકજઈંઅ ફોર એન્ટીબોડી ટેસ્ટ દર્દી લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરાવે તો રૂપિયા ૪૫૦ અને દર્દીના ઘરે કે હોસ્પિટલમા જઈ સેમ્પલ કલેકટ કરે તો રૂપિયા ૫૫૦ જયારે ઈકઈંઅ ફોર એન્ટીબોડી ટેસ્ટ માટે દર્દી લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરાવે તો રૂપિયા ૫૦૦ અને દર્દીના ઘરે કે હોસ્પિટલમા જઈ સેમ્પલ કલેકટ કરે તો રૂપિયા ૬૦૦ના દરો નિયત કરવામાં આવ્યા છે.આ દરમાં તમામ પ્રકારના ચાર્જનો સમાવેશ થાય છે જેથી આ દર્શાવેલા ચાર્જ ઉપરાંત કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ લઇ શકાશે નહિ અને જો કોઈ લેબોરેટરી વધારાનો ચાર્જ લેશે તો તેની માન્યતા આપોઆપ રદ ગણાશે એમ વધુમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.