Abtak Media Google News

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને સવાલ કર્યો

પોતાના મેડિકલ સ્ટોરમાંથી જ દવા ખરીદવા આગ્રહ કરતી હોસ્પિટલો ઉપર તોળાતા પગલા

ખાનગી હોસ્પિટલો દર્દીઓને પોતાના જ મેડિકલમાંથી દવાઓ ખરીદવાનું દબાણ કરતી હોવાની ફરિયાદો અનેક વખત ઉઠી છે. જેના પગલે હવે આવી હોસ્પિટલો ઉપર કડક પગલા તોળાઈ રહ્યાં છે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને પોતાના મેડિકલમાંથી દવાઓ ખરીદવા દર્દીઓ ઉપર દબાણ કરતી હોસ્પિટલો સામે પગલા કેમ ન લઈ શકાય ? તેવો પ્રશ્ર્ન પુછયો છે.

ખાનગી હોસ્પિટલો પોતાના મેડિકલમાંથી દર્દીઓને ઉંચા ભાવે દવાઓ ખરીદવા મજબૂર કરતી હોવાના કિસ્સા ઘણી વખત નોંધાયા છે. અનેક ફરિયાદો છતાં આ મામલે પગલા લેવાયા ની. ત્યારે વિજય પાલ દાલમીયા નામના વકીલે વડી અદાલતમાં પીઆઈએલ દાખલ કરી હતી.

આ પીઆઈએલ ઉપર સુનાવણી કરવા ન્યાયાધીશ એસ.એ.બોબડે તા એલ નાગેશ્ર્વરની ખંડપીઠ તૈયાર ઈ છે. અરજકર્તાએ પીઆઈએલમાં દલીલ કરી હતી કે, ખાનગી હોસ્પિટલે તેમની પત્નીના બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન તેના જ હોસ્પિટલમાંથી દવા ખરીદવાનું દબાણ કર્યું હતું. જેના કારણે સારવાર દરમિયાન દવાઓનો ખર્ચ ૨૧ હજાર વધી ગયો હતો. બહારના મેડિકલમાં દવા સસ્તી મળતી હતી છતાં પણ હોસ્પિટલે આ પ્રકારનો આગ્રહ રાખ્યો હતો.

પીટીશનમાં વધુમાં ઉમેર્યું છે કે, દેશભરની હોસ્પિટલમાં તાં આવા ર્આકિ કૌભાંડ માનવતા અને નૈતિકતાની વિરુધ્ધમાં છે. દેશના દરેક નાગરિકને સારી અને એર્ફોડેબલ સુવિધા આપવી સરકારની ફરજ છે. માટે આવા કૌભાંડો ઉપર રોક લગાવવી જોઈએ તેવુ પણ પીઆઈએલમાં જણાવાયું હતું.

ખાનગી હોસ્પિટલોના મેડિકલમાંથી એમઆરપી કરતા ઉંચા ભાવે દવા ખરીદવાની ફરજ દર્દીઓને પાડે છે. પોતાની પીઆઈએલમાં અરજકર્તાએ કહ્યું હતું કે, ખાનગી હોસ્પિટલમાં પોતાના મેડિકલમાંથી તેમને ‚રૂ.૬૧૧૩૫નું બાઈસલ્ટીસ ઈન્જેકશન લેવાની ફરજ પાડી હતી.  આ જ ઈન્જેકશન ઓપન માર્કેટમાં ‚રૂ.૫૦ હજારની કિંમતનું મળે છે. જો ઓપન બજારમાંથી એક સો ચાર ઈન્જેકશન ખરીદવામાં આવે તો એક ઈન્જેકશન વિનામુલ્યે આપવામાં આવે છે. પરિણામે આ કિંમત ‚રરૂ.૪૧૦૦૦ જેટલી પહોંચે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.