Abtak Media Google News

વિવિધ ક્ષેત્રના નવ નિષ્ણાંતોને યુ.પી.એસ.સી. દ્વારા સંયુકત સચિવપદે નિમણુંકો

અપાઇ: સરકારના પગલાથી સનંદી અધિકારીઓની મોનોપોલી ખતમ થવાની સંભાવના

મેરા દેશ બદલ રહા હૈ સરકારના વહીવટી વિભાગમાં વધુ કુશળ પદાધિકારીઓની નિમણુંકો માટે વહીવટી વિભાગે લીધેલા એક મહત્વના નિમર્ણયમાં સરકારે ગઇકાલે નવ ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોને વિવિધ સરકારી વિભાગયમાં સંયુકત સચિવ તરીકેની નિમણુંક આપી છે. સરકારના આ પગલાથી વહીવટી વિભાગમાં એક નવી અને આગવી પરંપરા આકાર લઇ રહી છે.

દેશના વહીવટી ઇતિહાસમાં સૌ પ્રથમ વાર એવું બની રહ્યું છે કે સરકારી વહીવટી વિભાગના વિવિધ હોદાઓ ઉપર ખાનગી ક્ષેત્રમાંથી એક મોટા સમુહને વહીવટી વિભાગમાં પ્રવેશ અપાયો હોય, સામાન્ય રીતે યુ.પી. એસ.સી. ની પરીક્ષા પાસ કરેલા અને નિષ્ણાંત, અનુભવી, કાર્યક્ષમ અધિકારીઓને સરકારના વિવિધ ખાતામાં સરકાર સંયુકત સચિવ તરીકે કેટલાંક નિશ્ર્ચિત માપ છે સાથે યુપીએસસીના માઘ્યમોથી નિમણુંક આપવામાં આવે છે.

અગાઉ વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો પરંપરા ગત વ્યવસ્થા અને સરકારી નિયમોની જોગવાઇ અનુસાર નાંણા, ઉજા અને સેનીવેશન વિભાગમાં સેવામાં નિયુકત કરવામાં આવ્યા હતા. જેમાં મનમોહન સિંઘ, મોનોટેક સિંઘ, આહલુવાલિયા, વિમલ જલન, વિજય કેલકર (ઉર્જા નાણા વિભાગના પૂર્વ સચિવ) આર.વી. શાહી (પૂર્વ ઉજા સચિવ) ને નિમણુંકો આપવામાં આવી હતી. આ ઉપરાંત પરમેશ્ર્વર (સેનિટેશન સેક્રેટરી)  અને રમેશ કોટેચા (આયુષ મંત્રાલય) ને સરકારે વિવિધ ક્ષેત્રે પસંદ કર્યા હતા.

યુપીએસસી દ્વારા શુક્રવારે પ્રસિઘ્ધ કરેલી એક નિષ્ણાંતોની યાદી કે જેમને સરકારના વિવિધ વિભાગો જેવા કે કૃષિ, નાગરીક ઉડ્ડયન, નાણા, પરિવહન અને શીપીંગ મંત્રાલયના વિવિધ યાદી ઉપર કોન્ટ્રકટ બેઝ ઉપર નિમણુંક કરવામાં આવ્યા છે.

સરકારી સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ અંબર દુબે કે જે કેપી એમજીના ભાગીદાર અને એરોસ્ટોસ અને સ્વરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા દુબે એ આઇઆઇટી બોમ્બે અને આઇઆઇટી અમદાવાદમાં અભ્યાસ કર્યા બાદ ર૬ વર્ષનો અનુભવના આધારે પસંદગી પામ્યા છે. કાકોલી ઘોષકે જે ફાર્મા સેકટર સાથે કામ કરે છે. કે જેમને કૃષિ મંત્રાલય, સુજીતકુમાર બાજપાઇ કે જે સરકારની એનએચપીસીમાં કામ કરે છે. તેમને પર્યાવરણ મંત્રાલયમાં સંયુકત સચિવ તરીકે નિમણુંક આપી છે. દિનેશ દયાનંદ ઝગડાલ સી.ઇ.ઓ. ફાર્મા રિવ્યુન્યુએબલ એનર્જી ગ્રુપને સરકારે નવા બનેલા રેનેએબલ એનર્જી મંત્રાલય માટે પસંદ કરવામાં આવ્યા છે. સૌરભ મિશ્રાને નાણા વિભાગના સંયુકત સચિવ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રાજીવ સકસેનાને આર્થિક બાબતોના વિભાગમાં નિમણુંક કરવામાં આવી છે. અરુણ ગોયલને વેપાર મંત્રાલયમા જયારે સમન પ્રસાદસિંગ ને માર્ગ પરિવહન મંત્રાલય ભુષણ કુમારને શીપીંગ મંત્રાલય માટે પસંદ કરવામાં આવ્યા છે.

દેશના વહીવટી ક્ષેત્રે સૌ પ્રથમવાર વિવિધ ખાનગી ક્ષેત્રના અતિ નિષ્ણાંત અનુભવી અધિકારીઓને સરકારના વિવિધ વિભાગમાં સામેલ કરવામાં આવતા હોય યુ.પી.એસ.સીની પ્રક્રિયાના માઘ્યમથી નિષ્ણાતોને સરકારી વિભાગોમાં જવાબદારી સોંપીને તેમની બોઘ્ધિક ક્ષમતાનો સરકારી ક્ષેત્રને લાભ મળશે.

ખાનગી ક્ષેત્રથી સરકારના વિવિધ વિભાગોમાં નિમાયેલા આ તમામ નિષ્ણાંતોનો કેન્દ્ર સરકાર ના વિવિધ વિભાગના નીતીનિયમ અને દેખરેખ હેઠળ કામ કરવો. સંયુકત સચિવ તરીકે નિમાયેલા આ તમામ પદાધિકારીઓના પોતાની રીતે સુચનો અને પગલા લેવાની સત્તા આપવામાં આવી તેમને ખાસ કેન્દ્ર સરકારની સચિવો જેવો જ પગાર ભથ્થાનો લાભ આપવામાં આવશે.

સરકારની થીંક ટેન્ક ગણાતા નીતી અને ક્ષેત્ર દ્વારા પ્રાયોગિક ધોરણે સરકારના વિવિધ વિભાગોમાં ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોને કોન્ટ્રાકટ બેઝ ઉપર સેવા નિયુકત કરવાના આ નિર્ણય થી કેટલીક સિઘ્ધાંતિક વિસંગતતા ઉભી થવાની શકયતા છે. પરંતુ નીતી આયોગનું કહેવાનું છે કે આ સાહસથી સરકારના વિવિધ ક્ષેત્રોને ક્રેશ સરકારી અધિકારીઓ તેમની બૌઘ્ધિ ઉર્જા અને વિચારોનો લાભ સરકારને મળશે. નીતી આયોગે ઇન્ડીયા બીએ-૭૫માં સુચત કર્યુ છે કે સરકારના વિવિધ વિભાગમાં ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોને પ્રવેશ આપવાથી તેમના અનુભવોનો વધુમાં વધુ લાભગ મળી શકશે. અગાઉ આવી નિમણુંકો અપાતી હતી. પરંતુ તેનો પ્રમાણ ખુબ ઓછો હતો. ખાનગી ક્ષેત્રમાંથી નિષ્ણાતોને સરકારના વિવિધ વિભાગોમાં નિમણુંકે આપવાના ખુલેલા દરવાજાઓના કારણે સનંદી અધિકારીઓ અને નિષ્ણાંતોમાં એક મોટી સ્પર્ધાનો માહોલ ઉભો થશે અને જે સનંદી અધિકારીઓ યુ.પી.એસ.સી.ના માઘ્યમથી નાગરીક સેવાઓમાં નિમણુંક પામ્યા છે તેમને પોતાના કાર્યક્ષેત્રનું કામ વધુ સારી રીતે કરી પરફોર્મશન સુધારવા માટે સતત જાગૃત રહેવું પડશે. અત્યારના વર્તમાન નિયમો મુજબ એકવાર નાગરીક સેવાની પરીક્ષા પાસ કરી લેનારને ઉંચા પગાર ની કાયમી નોકરી મળી જ જાય છે. સરકારે વિવિધ વિભાગમાંથી નિષ્ણાંતોને સરકારનું સંયુકત સચિવ તરીકે નિમણુંકો આપવાના આ પગલા થી સરકારી વહીવટમાં એક નવા જ યુગનો આરંભ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.