Abtak Media Google News

આગામી વિધાનસભા ચુંટણીને ઘ્યાને લઇ એમપી સરકારે લોન્ચ કરી સરળ વીજ બીલ સ્કીમ: દર માસે માત્ર ૨૦૦ રૂ માં મળશે વીજ સુવિધા

મઘ્યપ્રદેશ વિધાનસભાની ચુંટણી આડે માત્ર પાંચ મહિનાનો સમય બચ્યો છે. મઘ્યપ્રદેશની સત્તા હાંસલ કરવા તમામ રાજકીય પક્ષો ચુંટણીલક્ષી તખ્તો તૈયાર કરવામાં ઝુંટાયા છે. લોકોના મત જીતવા ચુંટણી સમયગે રાજકીયપક્ષો મોટા મોટા વાયદાઓ કરે છે અને આ જ સમયનો લાભ શિવરાજ સરકારે ઉઠાવ્યો છે. ચુંટણીને ઘ્યાને લઇ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મઘ્યપ્રદેશમાં ૮૮ લાખ પરિવારોના વિજબીલ માફ કરવાની જાહેરાત કરી છે.

આ ૮૮ લાખ પરિવારોમાં મુખ્યમંત્રી જનકલ્યાણ યોજના અંતર્ગત આવતા બીપીએલ પરિવારોનો સમાવેશ છે. જણાવી દઇએ કે, વર્ષ ૨૦૧૩ ની ચુંટણીમાં પણ સીએમ શિવરાજસિંહ ચૌહાણે આ જ પ્રકારે જાહેરાત કરી હતી. તે સમયે તેમણે કામદારો માટે એક માસનું ઘરભાડુ માત્ર રૂ. ૨૦૦ જ વસુલવાની જાહેરાત કરી હતી.

એમપીના ૮૮ લાખ પરિવારોના વીજળી બીલ માફ કરી દેવાનો નિર્ણય મંગળવારે સીએમની અઘ્યક્ષતામાં મળેલી કેબીનેટ બેઠકમાં લેવાયો છે.

સરકારના આ નિર્ણયથી સરકારી તીજોરી પર કરાેડો રૂપિયાનું ભારણ ઉભું થશે. આ માટે સરકારે સરળ વીજળી બીલ સ્કીમ લોન્ચ કરી છે. આ યોજના અંતર્ગત ૧૩ જુનથી મઘ્યપ્રદેશમાં બીપીએલ ધારકોને દર મહિને માત્ર રૂ. ૨૦૦ માં વીજ સુવિધા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.