પ્રમુખસ્વામી મહારાજના બહેન ગંગાબેનનું 97 વર્ષની વયે નિધન

224

વિશ્વવંદનીય બ્રહ્મલીન પ્રમુખસ્વામીના બહેન ગંગાબેન પટેલનું 97 વર્ષની વયે આજે વહેલી સવારે નિધન થયું છે. આવતીકાલે એટલે કે, 5 માર્ચના રોજ સવારે ગંગાબેન પટેલની અંતિમયાત્રા તેમના નિવાસ સ્થાન વગાસી રોડ, આણંદથી નીકળશે.

મળતી માહિતી અનુસાર, પ્રમુખ સ્વામીના ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનોના પરિવારમાંથી માત્ર ગંગાબેન પટેલ જ હયાત હતા. પ્રમુખ સ્વામીના પરિવારની થોડી વાત કરવામાં આવે તો પ્રમુખ સ્વામીના ત્રણ ભાઈઓના પરિવારમાં એક જ વારસદાર છે. જેનું નામ અશોકભાઈ પટેલ છે અને તેઓ વડોદરાના અટલાદરા વિસ્તારના આવેલા અક્ષર ગ્રીન ફ્લેટમાં રહે છે. પ્રમુખ સ્વામી મહારાજ ગત 13 ઓગષ્ટ, 2016ના રોજબહ્મલીન થયા હતા, ત્યારે પ્રમુખ સ્વામીના ભત્રીજા સહિત સમગ્ર પરિવાર વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં રહે છે. પૂ.બાપા જે પારણાંમાં ઝૂલ્યા હતા તે પારણું આજે પણ પરિવાર પાસે સચવાયેલું છે.

વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલા અક્ષર ગ્રીન ફ્લેટમાં 104માં અશોકભાઇ ડાહ્યાભાઇ પટેલ પત્ની નીનાબહેન, માતા જશોદાબહેન, પુત્ર પરેશ અને પુત્રી વિધી સાથે રહે છે. અશોકભાઇ પટેલે જણાવ્યું હતું કે, મારા પિતા ડાહ્યાભાઇ, શાંતિભાઇ (પૂ. બાપા) અને નંદુભાઇ એમ ત્રણ ભાઇઓ અને કમળાબહેન, ગંગાબહેન અને સવિતાબહેન એમ ત્રણ બહેનો પરિવારમાં હતા.

Loading...