Abtak Media Google News

હાઇવે પરના રસ્તાઓ સહિત રાતોરાત રંગ રોગાન તા કોંગ્રેસના હોદેદારોમાં રોષ

ચોટીલામાંતા. ૭ ઓકટોબરને શનિવારે દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યાં છે. ત્યારે સુરક્ષાી લઇને અનેક પ્રકારની તડામાર તૈયારીઓ ઇ રહી છે. જેમાં ખાસ કરીને મોદીના આવવાના હોય રાતોરાત રંરોગાન અને સફાઇ અભિયાન હા ધરીને હાઇવે તા આજુબાજુનાં વિસ્તારો ચોખ્ખાચણાટ કરી દેવામાં આવ્યા છે. સફાઇ કરવાની ફરિયાદો કરી થાકેલી જનતા બધુ જોઇ મોદી આવ્યા રંગરોગાનને સફાઇ લાવ્યાનો અંદરખાને ગણગણાટ કરી રહી છે.

ચોટીલામાં વર્ષે ભારે વરસાદ થવાને કારણે ખાસ કરીને રોડ રસ્તા પર અનેક જગ્યાએ ગાબડા પડી ગયા હતાં. આી અનેક લોકો હાલાકી ભોગવતા હતાં. વરસાદ રહી ગયાને ઘણો સમય વા છતાં તંત્ર દ્વારા યોગ્ય રીતે રસ્તાનું રિપેરીંગ કામ કરાયુ હોવાની જતના બૂમો પાડી રહી છે.

આવા સમયે દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોટીલામાં આવવાના છે તેવી જાહેરાત તાની સાથે રસ્તા અને ખાસ કરીને હાઇવે પરનાં ગાબડા રાતોરાત પુરાઇ ગયા છે. આટલુ નહીં પરંતુ હાઇવે પરની લોખંડની જાળીઓ કાટ ખાઇ ગઇ હતી અને રસ્તા પરના સફેદ પટ્ટા દેખાતા પણ હતાં. પરંતુ વડાપ્રધાનની નજરે રોડની આવી અવદશા ચડી જાય તે માટે તાબડતોબ ટીમને હાઇવે પર ખડી કરી દીધી અને લોખંડની જાળીઓ રંગાઇ ગઇ છે. અને રોડ પર સફેદ પટ્ટા પણ લગાવી દેવામાં આવ્યા છે. તો બીજી બાજુ લાંબા સમયી પડેલી ગંદકીઓ દૂર કરીને રસ્તા તા ચોટીલાના મુખ્ય વિસ્તારોમાં સફાઇ કરીને ચોખ્ખાચણાટ બનાવી દેવામાં આવ્યા છે. વર્તમાન સમયે ચોટીલામાં ચાલી રહેલી કામગીરી જોઇને શહેરની જનતા આશ્ચર્યમાં મૂકાઇ ગઇ છે. અને વડાપ્રધાન મોદી દર મહિને ચોટીલામાં આવે અને દરેક વિસ્તારમાં આંટો મારે તો શહેર આખુ સ્વચ્છ ઇ જાય તેવો ગણગણાટ કરી રહ્યાં છે. કોગ્રેસ પાસે વિરોઘ કરવા સિવાય બીજું કશું ની. દેશના વડાપ્રધાનને પ્રોટોકોલનો કોંગ્રેસના મિત્રોને ખ્યાલ નહી હોય એટલે સફાઈ જેવા મુદ્દાઓની વાતો કરે છે. નરેન્દ્રભાઈના હાથે થઈ રહેલ વિકાસને કોગ્રેસ જોઇ ની શકતી. તેમ શહેર ભાજપ પ્રમુખ મનસુખભાઇ મકવાણાએ જણાવ્યું હતું…જયારે સામાન્ય દિવસોમાં શહેરમાં ગંદકીના ઢગલા પડેલા હોય છે. ત્યારે કોઇને સ્વચ્છતાની ની પડી હોતી. તો માત્ર દેખાવ છે. સરકારી ખર્ચે પ્રજાને ઉલ્લુ બનાવવાની ભાજપની નીતી છે તેમ  અજયસામંડ, શહેર કોંગ્રેસ પ્રમુખએ જણાવી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.