વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રદુષણ મુકત ભારતની નેમ સાકાર કરવા રાજકોટમા ચાલશે ઇ રીક્ષા

51
prime-minister-narendra-modi's-pollution-free-rajkotma-will-run-to-fulfill-india's-name
prime-minister-narendra-modi's-pollution-free-rajkotma-will-run-to-fulfill-india's-name

સીકો ઇ-વ્હીકલ મેન્યુફેકચર્સ દ્વારા બેટરી સંચાલીત ઇ વાહનોના વપરાશને લઇ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું

રૂઆતના તબકકામાં ૧૯ ઇ-રીક્ષા રાજકોટના માર્ગો પર દોડશે જેમાં ચાર પેસેન્જર અને એક ડ્રાઇવર એમ પાંચ વ્યકિતની સવારી થશે

વર્તમાન સમયમાં વૈશ્વિક ઔદ્યોગિક તથા પરિવહન વિકાસને કારણે પેટ્રોલીયમ પેદાશના વપરાશમાં વધારો થતાં પર્યાવરણમાં કાર્બન તત્વોનો વધારો થાય છે. જેથી પર્યાવરણને નુકશાન થાય છે જેની આપણા જીવન પર વિપરીત અસર થઇ રહેલ છે. આ અંગે વૈશ્વિક ધોરણે નકકી થયા મુજબ ર૦૩૦ સુધીમાં દેશમાં પેટ્રોલ તથા ડીઝલ વપરાશના વાહનો મહંદ અંશે બંધ કરવા સરકાર દ્વારા નકકી કરેલ છે.

આના વિકલ્પે સીકો ઇ-વ્હીકલ મેન્યુકેચર્સ દ્વારા બેટરી સંચાલીત વાહનો અંગે લોકજાગૃતિ કેળવા અને આવા વાહનોનો વધુમાં વધુ ઉપયોગ કરવા લોકોને પે્રરવા પ્રાયોગિક ધોરણે રાજકોટ શહેરમાં ઇ રીક્ષા શરુ કરવા પ્રયત્નો કરી રહેલ છે.

prime-minister-narendra-modi's-pollution-free-rajkotma-will-run-to-fulfill-india's-name
prime-minister-narendra-modi’s-pollution-free-rajkotma-will-run-to-fulfill-india’s-name

ઉલ્લેખનીય છે કે ઇ રીક્ષાની વધુ સરકારી સબ સીડી મળે તેવા પ્રયત્નો પણ થઇ રહ્યા છે. તેવું કહેતા ધનસુખભાઇ વોરાએ જણાવ્યું કે, રાજકોટમાં પહેલા તબકકામાં ૧૦ ઇ-રીક્ષાઓ માર્ગ પર દોડાવવાનું આયોજન છે. એક ઇ રીક્ષાનો ખર્ચ લગભગ દોઢ લાખ રૂપિયા  છે. બેટરીથી ચાલતી આ રીક્ષામાં એક ચાજીંગ માં લગભગ ૮૦ કીમી રીક્ષા ચાલશે આ સાથે સરકાર દ્વારા ચાજીંગ સ્ટેશનોની પણ સહાય મળે તેવી શકયતા છે. શહેર પ્રદુષણ મુકત કરાવ માટે દિલ્હીની જેમ હવે રાજકોટમાં પણ ઇ- રીક્ષાનો વપરાશ વધશે.

આ પત્રકાર પરિષદમાં ઓટો રીક્ષા એસોસીએશનના હુસેન સૌયદ, તેમજ આશિષભાઇ, સુરેશ શમુ, મનીન્દ્રસિંહ ધિલોન, મિતેષ સંધાણી સહીતના મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા.

Loading...