Abtak Media Google News

રાજકોટ આઈ-વે પ્રોજેકટ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું પણ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ: પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ

રાજકોટ માટે ફરી એક વખત અનેરો શુભ અવસર આવી પહોંચ્યો છે. ગત સાલ “સૌની યોજના હેઠળ નર્મદા નીરનું રાજકોટ શહેરના આજી-૧ જળાશયમાં અવતરણ તથા ગત જુન-૨૦૧૭માં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં વરદ હસ્તે નીરના વધામણા કરવામાં આવ્યા હતાં.

ત્યારબાદ એક વર્ષના સમયગાળા બાદ ફરી એક વખત રાજકોટ શહેરને  પ્રધાનમંત્રીનાં શુભ હસ્તે વિવિધ યોજનાઓની ભેંટ મળવા જઈ રહી છે. જેમાં ઐતિહાસિક કહી શકાય એવો એક પ્રોજેક્ટ છે  “મહાત્મા ગાંધી મ્યુઝિયમ. રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુના બાળપણ અને શિક્ષણના સાક્ષી રહેલા રાજકોટ શહેરમાં પૂ. ગાંધી બાપુની કાયમી સ્મૃતિમાં તેમજ ગાંધી વિચારો અને સિધ્ધાંત વધુ ને વધુ લોકો સુધી પહોંચે તેવા શુભ આશયી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહકાર સથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ એક અનોખા અને દેશ વિદેશમાં જેની ગૌરવપૂર્ણ નોંધ લેવાય તેવા અદભૂત મહાત્મા ગાંધી મ્યુઝિયમનું  તા. ૩૦ના રોજ રવિવારે સાંજે ૪.૦૦ કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

આ પ્રોજેક્ટની સાોસા જ પ્રધાનમંત્રી દ્વારા  રાજકોટ આઈ-વે પ્રોજેક્ટ તેમજ “પ્રધાનમંત્રી આવાસ યોજનાનું પણ લોકાર્પણ કરશે. આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ,  કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા, પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજકોટના  મેયર બિનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ગુજરાતના મંત્રીઓ ગણપતભાઈ વસવા, મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, મંત્રી જયેશભાઈ રાદડિયા, ધારાસભ્યઓ ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સોરઠીયા અને અરવિંદભાઈ રૈયાણી, ડેપ્યુટી મેયર શ્રી અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, સહિતના મહાનુભાવો ઉપસ્તિ રહેશે.

“મહાત્મા ગાંધી મ્યુઝિયમ જ્યુબિલી ગાર્ડન નજીક જવાહર રોડ પર સ્તિ ઐતિહાસિક આલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે સાકાર યેલ છે. મહાત્મા ગાંધીજી ની ૧૫૦મી જન્મ જ્યંતીની ઉજવણીમાં આ મહાત્મા ગાંધી મ્યુઝિયમ એક અનેરું યોગદાન બની રહેશે.2 112આ પ્રોજેક્ટ માટે કુલ રૂપિયા ૨૬,૦૦,૦૦૦,૦૦/- નાં ખર્ચે સાકાર યેલ મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં સિવિલ તેમજ ઇન્ટીરીયર કામો, ઓડિયો સેટઅપ, તેમજ પાંચ વર્ષ માટે નિભાવ મરામત સહિત આ પ્રોજેક્ટનું કામ શરુ કારવામાં આવેલ છે.

જે મેં. વામાં કોમુનીકેશન દ્વારા આ કામના કન્સલ્ટન્ટ રાહીનો એન્જીનીયર્સ પ્રા. લી. નાં તજજ્ઞ માર્ગદર્શન મુજબ કરવામાં આવેલ છે. મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં વી. આઈ. પી. લોન્જ, કનેક્ટિવિટી બ્રીજ તેમજ ઇલેક્ટ્રિકફીકેશન તા સિવિલ કામોમા ફલોરિંગ કામ તેમજ ઐતિહાસિક વારસાની જાણવણી સાથે બીલ્ડીંગને સ્ટ્રેન્ધ્નીંગ કરવાનું કામ કરાયું છે.

આ પ્રોજેક્ટ સાકાર તા ગુજરાતના પ્રવાસે આવતા દેશ વિદેશના પ્રવાસીઓ પોતાના ફરવાના સ્થળોમાં રાજકોટનો પણ સમાવેશ કરશે એમ કહી શકાય. મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર વૈશ્વિક કક્ષાનું બની રહે તેવા તમામ પ્રયાસ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરાયા છે.

સદરહુ સ્કુલમાં મહાત્મા ગાંધીજીનાં વિર્ધાીકાળનાં સંસ્મરણો તા તેમના જીવનચરીત્ર સંબધિત મ્યુઝીયમ બનાવવા માટે જુદા જુદા પ્રકારની આધુનિક સુવિધાઓ જેવી કે, મીની થીયેટર, દાંડી યાત્રાનો ડાયોરામા, ગાંધીજીનાં જીવન કાર્યો તા આદર્શોને વિવિધ રીતે વર્ણન કરતા ચીત્ર, કટઆઉટ, મલ્ટીપલ સ્કીન્સ, મોસન ગ્રાફીક્સ એનિમેશન,ઓગમેન્ટેડ રીયાલીટી, સર્ક્યુલર વિડીયો પ્રોજેકશન ૩-ઉ પ્રોજેકશન મેપીંગ ફિલ્મ,  વિશાળ વિડીયો આર્ક વોલ, મોન્યુમેન્ટલ લાઇટીંગ, વી.આઇ.પી. લોન્જ, ગાંધીજીનાં જીવન ચરીત્ર સો સંકળાયેલ લાઇબ્રેરી, મ્યુરલ, ર્પ્રાના હોલ,  ઇન્ટરેક્ટીવ મોડ ઓફ લર્નિગ, વગેરેનો સમાવેશ થાય છે.3 83રાજકોટના આંગણે આવેલા આ શુભ પ્રસંગને દિપાવવા માટે મેયર બિનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ, કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલિબેન રૂપાણી, નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટના ધારાસભ્યઓ ગોવિંદભાઈ પટેલ, શ્રી લાખાભાઈ સોરઠીયા અને અરવિંદભાઈ રૈયાણી, ભૂતપૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ભૂતપૂર્વ શહેર ભાજપ પ્રમુખ ભીખાભાઈ વસોયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રીઓ જીતુભાઈ કોઠારી, દેવાંગભાઈ માંકડ અને કિશોરભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી અને શાસક પક્ષના દંડક અજયભાઈ પરમાર, બાંધકામ સમિતિનાં ચેરમેન મનીષભાઈ રાડીયા અને હાઉસિંગ કમિટીનાં ચેરમેન જયાબેન ડાંગર સહિતના મહાનુંભાવો સતત કાર્યરત્ત છે.

સાથો સાથ  પ્રધાનમંત્રીના આ કાર્યક્રમની તમામ વ્યવસને ગુજરાત પ્રવાસન વિભાગના અગ્ર સચિવ એસ.જે.હૈદર, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા, ગુજરાત પ્રવાસન વિભાગના એમ.ડી. અને કમિશનર  જેનું દેવન, પોલીસ કમિશનર  મનોજ અગ્રવાલ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડ, સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ આખરી ઓપ આપી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.