વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોચ્યા ભુવનેશ્વર, ઝરસુગુડામાં લોકલ એરપોર્ટનું ઉદ્ઘાટન પણ કરશે

159

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના ભુવનેશ્વર પહોંચ્યા છે. અહીંયા તેઓ તાલચેર ફર્ટિલાઈઝર પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગમાં હિસ્સો લેશે. કોલસા ગેસથી ચાલતો ભારતનો આ પહેલો ફર્ટિલાઇઝર પ્લાન્ટ હશે. ખાતર બનાવવા ઉપરાંત આ પ્લાન્ટ પ્રાકૃતિક ગેસ પણ પેદા કરશે જે દેશની ઊર્જાની જરૂરિયાતો પૂરી કરવામાં યોગદાન આપશે.

મોદી અહીંયા એક જનસભાને સંબોધશે અને ત્યારબાદ ઝરસુગુડામાં લોકલ એરપોર્ટનું ઉદ્ઘાટન પણ કરશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન આજે છત્તીસગઢની પણ મુલાકાત લેશે અને ત્યાં પણ ઘણી યોજનાઓની શરૂઆત કરશે.વડાપ્રધાન ઓફિસ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે વડાપ્રધાન કોલસાની ખાણ અને ઝરસુગુડા-બારાપલી-સરદેગા રેલ રૂટને રાષ્ટ્રને સમર્પિત કરશે.

ત્યારબાદ મોદી શનિવારે બપોરે 3.20 વાગે છત્તીસગઢના જાંજગીર ચાંપા જિલ્લા પહોંચશે. ત્યાં તેઓ પારંપરિક હથકરધા તેમજ કૃષિ પર એક પ્રદર્શનની મુલાકાત લેશે. તેઓ રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓ અને પેંડ્રા-અનુપપુપરની ત્રીજી લાઈનનો શિલાન્યાસ કરશે.

Loading...