Abtak Media Google News

વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર નરેન્દ્ર મોદી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શને તા. ૮મી ને બુધવારે આવી રહ્યા છે. સોમનાથ મંદિરે તેઓ દર્શન-પૂજન બાદ સોમનાથ ટ્રસ્ટની મીટિંગમાં પણ હાજરી આપશે. ટ્રસ્ટના તેઓ સભ્ય પણ છે. ટ્રસ્ટના વડા કેશુભાઇ પટેલ ઉપરાંત અન્ય સભ્યો લાલકૃષ્ણ અડવાણી, અમિત શાહ વગેરે પણ મીટિંગમાં ભાગ લેવા સોમનાથ આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીની સોમનાથની મુલાકાતના સંદર્ભે વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. જો કે બુધવારે રાજ્યમાં વડાપ્રધાનનાં અન્ય રોકાણો પણ હોવાને કારણે તેઓ થોડો સમય જ સોમનાથમાં રોકાણ કરશે એવું સૂત્રો દ્વારા જાણવા મળે છે. વડાપ્રધાનનો સત્તાવાર કાર્યક્રમ વિધિવત ઘડાઇ રહ્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ તે સંદર્ભે આયોજન કરાઇ રહ્યું છે. સોમનાથ મંદિરનો કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના હેઠળ આગામી સમયમાં ૨૬૨ કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવનાર છે. સોમનાથ સાનિધ્યમાં રૂ. ૩૦૦ કરોડના ખર્ચે દરિયાઈ જીવસૃષ્ટિ એકવેરીયમ, ૧૦૦ કરોડના ખર્ચે પ્રસાદ ઘર બનનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.