Abtak Media Google News

વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના રેવાડી-મદાર વિભાગને દેશને સમર્પિત કર્યો: દેશની પ્રથમ ડબલ ડેકર માલગાડી શરૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (ડબ્લ્યુડીએફસી)ના રેવાડી-મદાર વિભાગને દેશને સમર્પિત કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ એક માલગાડી ટ્રેનને લીલી ઝંડી આપી હતી, જેની લંબાઈમાં ૧.૫ કિમી છે અને ડબલ ક્ધટેનર વહન સિસ્ટમ ધરાવે છે. વડાપ્રધાને કહ્યું હતું કે, ૧૦-૧૨ દિવસમાં જ ૧૮ હજાર કરોડ રૂપિયા ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ખેડૂતોનાં ખાતાંમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ડ્રાઇવરલેસ મેટ્રો, ઓડિશામાં આઈઆઈટી કેમ્પસનું ઉદઘાટન કરાયું હતું. દેશની ૪૫૦ કિલોમીટર લાંબી મેંગલુરુ-કોચી ગેસ-પાઇપલાઇનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું કે, આજે વેસ્ટર્ન કોરિડોર દેશને સમર્પિત કરવામાં આવ્યો છે. આ હું કહું છું કે મને જોડાવાનું સૌભાગ્ય મળ્યું. આ દેશભરના અન્ય ઘણા મંત્રીઓ દ્વારા કરવાનો સિલસિલો ચાલી રહ્યો છે. શ્રેણી ચાલુ છે. નવા વર્ષની શરૂઆત એટલી સારી છે, તેથી આવનારા સમયમાં આ કાર્ય તેજ ગતિએ થશે એની ખાતરી છે. મહત્ત્વપૂર્ણ એટલા માટે પણ છે, કારણ કે દેશે કોરોનાના સમયમાં આ કર્યું છે.

દેશની બે વેક્સિને દેશવાસીઓમાં આત્મવિશ્વાસ ઊભો કર્યો છે. કોરોનાની શરૂઆતથી જ આ ગતિ જોઈને-સાંભળી કોણ હિન્દુસ્તાની હશે, કોણ માતા ભારતીનો લાલ હશે જેનું માથું ગૌરવથી ઊંચું નહીં થયું હોય. આજે દરેક ભારતીયને આહવાન છે કે ન તો આપણે થાકીશું કે ન રોકાઈશું. અમે ઝડપથી આગળ વધીશું.

હવે દેશમાં ગુડ્ઝ ટ્રેનોની ગતિ વધારવામાં આવી રહી છે. જે ગતિ પહેલાં ૨૫ કિલોમીટર પ્રતિ કલાક હતી, એ હવે વધીને ૯૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી કરવામાં આવી રહી છે. મોદીએ વધુમાં કહ્યું હતું કે આ

કોરિડોર આધુનિક નૂર ટ્રેનો માટેનો માર્ગ જ નથી, પરંતુ એ દેશના ઝડપી વિકાસનો કોરિડોર પણ છે. આ કોરિડોરથી હરિયાણા રાજસ્થાનના ડઝનબંધ જિલ્લાઓના સ્થાનિક ઉદ્યોગોને લાભ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.