Abtak Media Google News

વડાપ્રધાનના સંભવિત કાર્યક્રમને લઇ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી: મેડિકલ કોલેજ ખાતે હેલીપેડ બનાવાશે

આગામી ૨૧મી માર્ચે સંભવત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જુનાગઢ કાર્યક્રમ ગોઠવાઇ રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા મોઘેરા મહેમાનને આવકારવા અને વ્યવસ્થા માટેની તમામ તૈયારીઓ માટે મિટીંગનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, તો બીજી બાજુ વડાપ્રધાનના સંભવત કાર્યક્રમનો સીધો અને મોટો ફાયદો જૂનાગઢની મેડિકલ કોલેજમાં રહેતા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને થવા પામ્યો છે, કારણક મેડીકલ કેમ્પ કોલેજના કેમ્પસમાં આવેલા ડુંગર જેવડાં ધૂળના ઢગલાઓ પીએમ.ના હેલિપેડ માટે અને ખાડા પૂરવા માટે કરવામાં આવશે.

જો કે જૂનાગઢ ખાતે આગામી ૨૧ માર્ચ વડાપ્રધાન આવે તેવો કોઇ નિશ્ચિત કાર્યક્રમ હજુ વડાપ્રધાન કાર્યાલય કે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ વડાપ્રધાન જુનાગઢ આવે તેવી વાત છે ત્યારે એમના જૂનાગઢના કાર્યક્રમને લઇને જિલ્લા કલેકટર સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને ગઈકાલે એક બેઠક યોજાઈ હતી અને સંભવત વડાપ્રધાન જુનાગઢ આવે તે માટેના તમામ પાસાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

5.Friday 1

બીજી બાજુ જુનાગઢની જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજના સંકુલમાં માટીના ડુંગરા હતા અને નજીકમાં જ વન વિસ્તાર આવેલ હોવાથી થોડા સમય પહેલા દીપડાના આંટાફેરા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોના નજરે પડતાં મેડિકલ કોલેજ સંકુલમાં ભયનો માહોલ ફેલાયો હતો અને ડીન તથા વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેકટર સુધી આ અંગે રજૂઆત કરવામાં આવી હતી.જેના પગલે વન વિભાગે પાંજરૂ પણ મુક્યું હતું પરંતુ મારણ વગરના પાંજરાના કારણે દીપડો પાંજરે ન પુરાતા વનવિભાગે પીછેહઠ કરી પાંજરૂ લઈ લીધું હતું, ત્યારે પણ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દીપડો પકડો અમને બચાવો સહિતના સૂત્રોચાર થયા હતા.

વડાપ્રધાનના આગમનને લઇ ને પીટીસી ગ્રાઉન્ડમાં હેલીપેડ બનવા અને ખાડા બુરવા માટે મેડિકલ કોલેજના સંકુલમાં આવેલા ડુંગર જેવડા માટીના ઢગલા ઉપાડવાનું શરૂ કરવામાં આવ્યું છે અને જેસીબીથી માટી ખોદી, ડમ્પર થી ઠાલવવાનું શરૂ પણ કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.