Abtak Media Google News

કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ફેરફાર, રાત્રી રોકાણ નહીં કરે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે મંગળવારે  કચ્છના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. મોદી અગાઉ બે દિવસના પ્રવાસે આવવાના હતાં પણ કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરાયો છે. હવે વડાપ્રધાન મોદી માત્ર પાંચ કલાક માટે જ કચ્છ આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫ ડિસેમ્બરે દિલ્હીથી સાડા અગિયાર વાગે કચ્છ આવવા રવાના થશે. મોદી બપોરે દોઢ વાગ્યે ક્ચ્છના ભૂજ એરપોર્ટ પહોચશે અને ભૂજથી હેલિકોપ્ટર મારફતે માંડવી પહોચશે. માંડવીમાં મોદીના હસ્તે  ડિસેલિશેન પ્લાન્ટનુ ખાતમુહુર્ત કરવામાં આવશે. વડાપ્રધાન રિન્યુએલ એનર્જી પાર્કનું પણ ઉદઘાટન કરશે. નરેનેદ્ર મોદી સાંજે સાડા પાંચ વાગે કચ્ચના સફેદ રણનો નજારો માણશે. પાંચ કલાકની મુલાકાત બાદ તેઓ સાંજે સાડા સાત વાગે દિલ્હી જવા રવાના થશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં કચ્છના ધોરડો ખાતેથી આગામી તા. ૧૫ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ માંડવી તાલુકાના ગુંદીયાળી ગામે ખારા પાણી ને મીઠુ પાણી બનાવવાના ૧૦૦ એમ.એલ.ડી. ડીસેલીનેશન પ્લાન્ટનું ડીજીટલ ખાતમુહૂર્ત કરવામાં આવશે.

રાજયના ૧૬૦૦ કી.મી.ના દરિયાઇ જળરાશીનો ઉપયોગ કરીને ખારા પાણીને મીઠુ પાણી બનાવવા સ્થાનિક જરૂરીયાત મુજબ વિવિધ સ્થળોએ ડીસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા અને એક માત્ર નર્મદા યોજના પર અવલંબિત ન રહેતા ચાર સ્થળોએ આવા પ્લાન્ટસ સ્થાપવા માટે સરકાર દ્વારા નિર્ણય કરાયો હોવાનું કચ્છના પાણી પૂરવઠા વિભાગના મુખ્ય ઇજનેર એ.જી.વનરાએ જણાવ્યું છે.

ગુંદીયાળી ગામે સ્થપાનાર આ પ્લાન્ટમાંથી રોજનું ૧૦ કરોડ લીટર પાણી પ્રવર્તમાન પાણી પૂરવઠા ગ્રીડ નેટર્વક સાથે જોડી માંડવી, મુન્દ્રા, લખપત, અબડાસા અને નખત્રાણાના ૩૦૦થી વધુ ગામો-શહેરી વિસ્તારોની અંદાજે ૮ લાખની જનતાને પાઇપલાઇન દ્વારા પાણી આપી શકાશે. આ પ્લાન્ટ માટે પંપહાઉસ, પાઇપલાઇન ઇલેકટ્રીક અને મિકેનીકલના આનુસંગીક કામો ઉપરાંત ૫૦ એમ.એલ. ભૂગર્ભ સંપનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું વનરાએ જણાવ્યું હતું. ગુંદીયાળીનો પ્લાન્ટ ફેબ્રુઆરી ૨૦૨૩માં પૂર્ણ થશે. આ વિસ્તારની જળ સલામતીમાં વધારો થતા ભચાઉ અને રાપર વિસ્તારને નર્મદાનું વધારાનું પાણી ફાળવી શકાશે તેમ પણ ઉમેર્યું હતું.

કચ્છમાં વડાપ્રધાનના આગમન અંગેની તૈયારીઓ પૂર્ણ

Img 20201213 Wa0164

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે ખાવડા ખાતે હાઇબ્રીડ રીન્યુએબલ એનર્જી પાર્ક અને માંડવી ખાતે ડી-સેલીનેશન પ્લાન્ટના શિલાન્યાસના કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની તસ્વીરી ઝલક..

Img 20201213 Wa0162

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.