Abtak Media Google News

કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં

રાત્રે ૧૦:૩૦ કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદમાં આગમન: રાત્રી રોકાણ રાજભવનમાં કરશે કાલે વહેલી સવારે માતા હિરાબાના આશિર્વાદ લેશે ત્યારબાદ કેવડીયામાં નર્મદા નીરના કરશે વધામણા

ગુજરાત સરકાર દ્વારા કાલે રાજયના દસ હજાર સ્થળોએ ઉજવાશે નમામી દેવી નર્મદે મહોત્સવ

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ દરવાજા મુકાયા બાદ પ્રથમ વખત પૂર્ણ સપાટી એટલે કે ૧૩૮.૬૮ મીટર સુધી ભરાઈ ગયો હોય રાજ્ય સરકાર દ્વારા મંગળવારે રાજ્યભરમાં નમામી દેવી નર્મદે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જોગાનું જોગ કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ પણ છે. વડાપ્રધાન જન્મદિવસની ઉજવણી કરવા માટે આજે રાત્રે માદરે વતન ગુજરાત આવી રહ્યાં છે. રાત્રે ૧૦:૩૦ કલાકે વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે. કાલે તેઓ કેવડીયા ખાતે નમામી દેવી નર્મદે મહોત્સવમાં ઉપસ્થિત રહી નર્મદા મૈયાની મહાઆરતી કરશે.

નર્મદા ડેમ પૂર્ણ ક્ષમતા સુધી ભરાઈ ગયો હોય રાજ્ય સરકાર દ્વારા નમામી દેવી નર્મદે ઉજવણીમાં ઉપસ્થિત રહેવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ગત સપ્તાહે આમંત્રણ પાઠવ્યું હતું જેનો વડાપ્રધાને સ્વીકાર કર્યો હતો. આવતીકાલે વડાપ્રધાનનો જન્મદિવસ છે તેઓ પોતાના જન્મદિવસની ઉજવણી ગુજરાતમાં કરશે. રાત્રે ૧૦:૩૦ કલાકે તેઓનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે. જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના મંત્રી મંડળના અન્ય સભ્યો દ્વારા વડાપ્રધાનને આવકારવામાં આવશે. તેઓ રાત્રી રોકાણ રાજભવન ખાતે કરશે. આવતીકાલે વહેલી સવારે તેઓ માતા હિરાબાના આશિર્વાદ લેવા માટે તેઓના નિવાસ સને જશે. ત્યારબાદ ૬:૩૫ કલાકે ગાંધીનગરી હેલીકોપ્ટર દ્વારા કેવડીયા કોલોની જવા માટે રવાના થશે. ૭:૪૫ કલાકે તેઓનું કેવડીયા ખાતે આગમન થશે. ૮:૦૦ થી ૯:૩૦ કલાક સુધી તેઓ વિવિધ પ્રોજેકટનું નિરીક્ષણ કરશે અને ૯:૩૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી નર્મદાનું પૂજન કરશે. ૧૦:૦૦ થી ૧૧:૦૦ દત્ત મંદિર, ચિલ્ડ્રન પાર્ક, ન્યુટ્રીશન પાર્કની મુલાકાત લેશે. ૧૧:૦૦ થી ૧૨:૦૦ સુધી તેઓ એક જાહેરસભા સંબોધશે. ફરી ૧:૧૫ કલાકે તેઓ ગાંધીનગર જવા માટે રવાના શે. ૨:૩૦ કલાક સુધી તેઓ રાજભવન ખાતે રોકાણ કરશે અને ત્યારબાદ નવીદિલ્હી જવા માટે રવાના થશે.

કેન્દ્રમાં ૨૦૧૪માં મોદી સરકાર સત્તારૂઢ યા બાદ ૧૭ દિવસમાં જ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પર દરવાજા મુકવાની મંજૂરી આપવામાં આવી હતી. ૨૦૧૭માં ૩૦ દરવાજા મુકવાનું કામ પૂર્ણ યા બાદ આ વર્ષે ડેમને પૂર્ણ ક્ષમતા એટલે કે ૧૩૮.૬૮ મીટર સુધી ભરવાની નર્મદા કંટ્રોલ ઓોરીટી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદના કારણે ચાલુ સાલ પ્રથમ વખત નર્મદા ડેમ આજે પૂર્ણ ક્ષમતાી ભરાઈ ગયો હોય કાલે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં અલગ અલગ ૧૦,૦૦૦ સ્ળોએ નમામી દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરવાનું નકકી કર્યું છે. અલગ અલગ મંત્રીઓ અને બોર્ડ નિગમના ચેરમેનો અલગ અલગ જિલ્લામાં મહોત્વસમાં ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.