Abtak Media Google News

જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે ઇન્ડિયા-જાપાન એન્યુઅલ સમિટના ઉપક્રમે આજથી બે દિવસ માટે ગુજરાતના મહેમાન છે. શિન્ઝો આબે 3.30 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી  તેમનું સ્વાગત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી , નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. જ્યારે જાપાનના વડાપ્રધાન 3.30 વાગ્યે એરપોર્ટ પહોંચશે. બે દેશના PMના સ્વાગત અને રોડ શો માટે તમામ તૈયારીઓ પૂરી થઇ ચૂકી છે, ત્યાં જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. વીજળીના કડાકા થતાં વરસાદ પડે તેવી શક્યતા લાગી રહી છે. આવામાં તંત્રને તમામ તૈયારીઓ ધોવાઇ ન જાય તેવો પણ ડર છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.