Abtak Media Google News

મોદી સરકારે જનઆરોગ્ય સુધારવા લીધેલા પગલાની લોકસભામાં માહીતી આપતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા

કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જન આરોગ્યની જાળવણી અને સ્વાસ્થ્ય સંભાળને વધુમાં વધુ સુલભ, સરળ અને સસ્તી બનાવવા માટે હાથ ધરવામાં આવેલા આયોજનો હવે ફળદાયી બની રહ્યા હોય તેમ માત્ર જેનેરિક દવાઓના ઉપયોગને પ્રોત્સાહનથી સામાન્ય નાગરીકોને રૂા ૨૦૦૦ કરોડનું લાભ થાય છે.

લોકસભાના પ્રશ્ર્નોતરી કાળ દરમિયાન મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું હતું કે જેનેરિક દવાઓ સામાન્યજનને ર૦૦૦ કરોડ રૂા નો લાભ થાય છે. રાસાયણ અને ખાતર મંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું હતું કે દરેક બ્રાન્ડેડ અને જેનેરિક દવાઓનો ઉત્પાદકોને પોતાનો માલ નેશનલ ફાર્માટિકલ પ્રાઇઝીંગ આથોરીટી (NPPA) દ્વારા  નિર્ધારીત કરવામાં આવેલા સ્થાનીક કરવેરા સહીતના આવુેલા સ્થાનીક કરવેરા સહીતના વ્યાજબી ભાવ થી વેચવાનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. પ્રશ્ર્નકાળ દરમિયાન માંડવીયાએ જણાવ્યું હતું કે જેનેરિક દવાઓ જ સામાનય માનવીને ર૦૦૦ કરોડ રૂાનો ફાયદો કરાવે છે તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ૧૦૦૦ જેટલી દવાઓના ભાવો નિર્ધારિત કર્યા હતા અને હ્રદયરોગના દદીઓનો સારવાર ખર્ચ ધટાડયો છે. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિ યોજના અંતર્ગત જેનેરિક અને સામાન્ય દવાઓ સરેરાશ પ૦ થી ૯૦ ટકા સસ્તા ભાવે વેચવામાં આવી રહી છે.

દેશમાં આરોગ્ય સુવિધાઓ વધુ સારી રીતે પ્રાપ્ત થાય તે માટે સરકારે તાત્કાલીક સારવાર માટે ઇમરજન્સી સેવા ૧૦૮ થી લઇ આયુષ્ય માન યોજના,  આઅમૃતકાર્ડ, માં વાત્સલ્ય યોજના જેવા કાર્યક્રમો દ્વારા આરોગ્ય વ્યવસ્થાને સઘન બનાવી છે.

દેશમાં જનઔષધી કેન્દ્રની સંખ્યા વધારવા માટે સરકારે અનેક પ્રોત્સાહીક પગલાઓ લીધા છે. છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં પ્રધાનમંત્રી ભારતીય પરિયોજના અંતર્ગત ૮૦૨૮ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. દેશમાં કાર્યરત આ કેન્દ્રોમાં અત્યારે સસ્તા અને રાહત દરે ત્રણ મોટી કંપનીઓ ની દવાઓની જેવી જ ૯૦૦ જેટલી દવાઓ અને ૧૫૪ સર્જીકલ અને તબીબી સાધનો ખુબ જ નજીવા દરે વેચવામાં આવી રહ્યા છે. અત્યારે આ કેન્દ્રો પર ૭૧૪ દવાઓ અને ૫૩ ચીજવસ્તુઓ રાહતદરે વેચવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.