Abtak Media Google News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશને આજરો ૩  ભેટ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લુહણૂ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમથી કોઠીપુરામાં એમ્સ અને ઉનાના સલોહમાં ટ્રિપલ આઇટીનું શિલાન્યાસ કરવાની સાથે કાંગડામાં સ્ટીલ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ એક રેલી મારફતે પ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરશે.

એમ્સની સ્થાપનાથી લોકોને સ્વાસ્થ્ય સારી સુવિધાઓ મળી રહશે, મધ્ય હિમાચલમાં આ પ્રદેશની સૌથી મોટી હોસ્પિટલ બનશે અને લોકોને બીજા રાજ્યોમાં જવું પડશે નહીં. એમ્સની જાહેરાત ૨૦૧૫માં મોદી સરકારે સામાન્ય બજેટમાં કરી હતી. આશરે અઢી વર્ષની રાહ જોયા બાદ એમ્સનું સપનું સાકાર થવા લાગ્યું છે. સ્ટીલ પ્લાન્ટથી એક હજારથી વધારે લોકોને પ્રત્યક્ષ રોજગાર પ્રાપ્ત થવાની સંભાવના છે. એનાથી વધારે હજારો સ્થાનિક લોકોની વ્યવસાયિક રીતે લાભ થશે. કંદરોડી સ્ટીલ પ્લાન્ટનું શિલાન્યાસ ૨૦૦૯માં યૂપીએ સરકારના કાર્યકાળમાં થયું હતું.

ઉનાના હરોલીમાં ઓપન થનારી ટ્રિપલ આઇટીથી પ્રદેશના યુવાઓને નિશ્વિત રીતે રોજગારી મળી રહશે, યુવાઓને ટેકનીક શિક્ષા સાથે રોજગારના અવસરો પણ પ્રાપ્ત થશે. પ્રધાનમંત્રી મોદીની સાથે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકર અને કેન્દ્રીય ખાણ-ખનીજના મંત્રી બીરેન્દ્ર ચૌધરી ઉપસ્થિત રહી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.