Abtak Media Google News

ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર દમોદરદાસ મોદી દેશને વિકાસના શિખરો તરફ લઈ જઈ રહ્યા છે સામાન્ય નાગરિકથી લઈને વડાપ્રધાન સુધીની તેમની સફર ભારતના દરેક યુવાન માટે પ્રેરણાત્મક છે સફળ રાજનેતા તરીકે તો મોદી ફરજ બજાવી જ રહ્યા છે ત્યારે નરેન્દ્ર મોદીનું લેખક તરીકેનું વિઝન કેવું છે.

તેના વિષે આજે હું તમને વાત કહીશ ,ખુબજ ઓછા લોકો જાણતા હશે કે મોદીજી નેતાની સાથે સારા લેખક પણ છે . તમને જાણીને આશ્ચર્ય થશે કે નરેન્દ્ર મોદીએ સાહિત્ય અને  કવિતાની સાથે સાથે વિધ્યાર્થીઓ માટે પણ પુસ્તકો લખી છે , તેમની પુસ્તકો બેસ્ટ સેલરતો નથી રહી પણ કહી શકાય કે મોદી એક સર્વતોમુખી લેખક છે.

જે ગરીબી , માતૃત્વ પ્રેમ , પ્રકૃતિ જેવા અનેક વિષયો પર સરળતાથી લખી શકે છે . 67 વર્ષીય નરેન્દ્ર મોદીના જન્મદિવસને માત્ર ગણતરીના દિવસોજ બાકી છે ત્યારે હું તેમણે લખેલી પુસ્તકો વિષેની માહિતી આપીશ .

શાક્ષી ભાવ :

33916549મોદીજી દ્રારા લખાયેલ આ પુસ્તક કવિતાસંગ્રહ છે. નરેન્દ્ર મોદી 38 વર્ષના હતા ત્યારે તેમને આ કવિતાઓ લખી હતી જેમાં તેમણે માતાને ભગવાનની પદવી આપી છે.કારણકે યંગ મોદીને તેના વિચારો અને કવિતાઓ લખવાનો શોખ હતો. એકવખત તો તે તેની ડાયરી સળગાવી દેવાં માગતા હતા.

ત્યારે તેમના મિત્રોએ તેમણે આમ કરતાં અટકાવ્યા હતા. સાક્ષી ભાવ જગત જનની માં સાથેની વાતચીત અને સંવાદો પર આધારિત છે. જે વાચકોના હદયને સ્પર્શી જાય તેવા શબ્દોની સુંદર માળા છે. તેમણે પુસ્તકો ઉપરાંત સમાચાર પત્રોમાં પણ લખાણ કર્યું છે  .

આપતકાલમે ગુજરાત :

1862

1977 માં જ્યારે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા જે ઈમેર્જન્સી લગાડવામાં આવી હતી ત્યારની પરિસ્થિતીના અનુભવની વાત આ પુસ્તકમાં નરેન્દ્ર મોદીએ કર્યો છે ફક્ત 25 વર્ષની ઉમ્રમાં જ તેમણે દેશની પરિસ્થિતી અને લોકશાહીના અધિકારો વિષે લખવાનું શરૂ કરી દીધું હતું .

જ્યોતિપુંજ :

Jyotipongj
Jyotipongj

આ કિતાબથી મોદી રાષ્ટ્રીય સેવા સંઘના 16 સભ્યો પર પ્રકાશ પાડે છે , જે તેમના જીવન માટે ખુબજ પ્રેરણાદાયી બન્યા હતા આ બુક તેમણે 2008 માં ગુજરાતમા બીજી વખત એસેમ્બલી ચુટણી જીત્યા બાદ લખી હતી .

સેતુબંધ :

28810765આ બુક આરએસએસ ના લીડર રાજાભાઈ નેને અને મોદી બંનેએ સાથે મળીને લખી હતી આ બુક ફેમસ આરએસએસના લીડર લક્ષ્મણ રાવ માધવરાવ ઇનામદાર ઉપરથી લખવામાં આવી છે જેને મોદીને આરએસએસ માં જોડાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા .

પ્રેમતીર્થ :2 42
પ્રેમતીર્થ નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલ લઘુ વાર્તાનું સંગ્રહ છે , જેમાં તેમણે માતાના પ્રેમ વિષેની વાતોનું વર્ણન કર્યું છે , આ ઉપરાંત તેમણે ભાવયાત્રા કરીને પુસ્તક લખી છે જેમાં ભારતીય સાહિત્ય અને પ્રકૃતિ વિષેની કવિતાઓ લખેલી છે .

આ ઉપરાંત પણ તેમણે પત્રરૂપ શ્રી ગુરુજી , કેળવે તો કેળવણી , આંખ આ ધન્ય છે , શ્રી ગુરુજી સ્વયંસેવક , જેવી અન્ય પુસ્તકો પણ લખી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.