Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની શરૂઆત કરી હતી. બિહારના ખગડીયા જીલ્લાના તેલિહાર ગામથી યોજનાની શરૂઆત થઈ હતી. તેમણે કહ્યું કે, લદ્દાખમાં આપણા વીરોએ જે બલિદાન આપ્યું છે, તેના પર સેનાને તો ગર્વ છે જ. પરાક્રમ બિહાર રેજીમેન્ટે જે કર્યું છે, જેના માટે દરેક બિહારીને ગર્વ થાય છે. જે વીરોએ દેશ માટે બલિદાન આપ્યું છે, તેને નમન કરું છું. તેમના પરિવારોને વિશ્વાસ અપાવવા માંગું છું કે દેશ તેમની સાથે છે.

ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન 125 દિવસનું હશે. જેને દેશના 116 જીલ્લામા ચલાવાશે. જેનો 25 હજારથી વધુ પ્રવાસી મજૂરોને ફાયદો મળશે. અભિયાનમાં રોજગારી સાથે જોડાયેલા 25 પ્રકારના કામ કરાવાશે. જેના માટે 50 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.