Abtak Media Google News

કેવડીયાથી અમદાવાદ વચ્ચે સી-પ્લેનની સફર કરી વડાપ્રધાન મોદી દિલ્હી જવા રવાના: મુખ્યમંત્રી રૂપાણી, રાજ્યપાલ આચાર્યની ખાસ ઉપસ્થિતિ

આજે ગુજરાતની મુલાકાતના છેલ્લા દિવસે વડાપ્રધાન મોદીએ સી-પ્લેનમાં ઉડાન ભરી હતી સત્તાવાર રીતે ગુજરાતમાં પ્રથમ ઉડાનના પ્રથમ પ્રવાસી વડાપ્રધાન મોદી બન્યા હતા.

12 4

સવારે વડાપ્રધાન મોદીએ સરદાર પટેલને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા ત્યારબાદ રાષ્ટ્રીય એકતા પરેડમાં પણ જોડાયા હતા. તેમણે સિવિલ સર્વિસીસનેે સંબંધોન પણ કર્યું હતું.

13

વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમ દરમિયાન તેમનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

16

અમદાવાદ ખાતે સાબરમતી નજીક સરદાર બ્રીજથી ચંદ્રનગર બ્રીજ વચ્ચે ખાસ જેટી બનાવવામાં આવી હતી.   કેવડીયાથી સી-પ્લેને ઉડાન ભરી હતી અને અમદાવાદ પહોંચ્યું હતું.

Modi 3

૨૨૦ કિમીનું આ અંતર ૩૦ મિનીટ જેટલા સમયમાં કપાયું હતું. આ તકે મુખ્યમંત્રી રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ રિવરફ્રન્ટ ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

10

વડાપ્રધાન મોદી સી-પ્લેનનું ઉદ્ઘાટન કરી દિલ્હી જવા રવાના થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.