Abtak Media Google News

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે યોજેલી વિડીયો કોન્ફરન્સ બેઠકની શરૂઆત ચીન સાથેના સંઘર્ષમાં ભારત દેશની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા વીર સેનાનીઓને બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપીને થઇ હતી.

ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા આ બેઠકમાં જોડાયેલા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ આ વીર શહિદોની શહાદતને કૃતજ્ઞતાપૂર્વક વંદન કરતાં બે મિનીટનું મૌન પાળ્યું હતું અને ભારત માતાના આ સપૂતો પ્રત્યે આદરાંજલિ અર્પણ કરી હતી.

Screenshot 1 24

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.