Abtak Media Google News

ચીન સાથે ચાલી રહેલા તણાવ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે 5 વાગ્યે ઓલ પાર્ટી મીટિંગ આયોજિત કરી છે. આ બેઠકમાં 20 મુખ્ય પાર્ટીના નેતા સામેલ થશે. કોંગ્રેસ તરફથી સોનિયા ગાંધી અને TMC તરફથી મમતા બેનર્જી સામેલ થાય તેવી સંભાવના છે. આમ આદમી પાર્ટી અને RJDનો દાવો છે કે તેમને આમંત્રણ મળ્યું નથી.

અુસાર 4 ક્રાઇટેરિયાના આધારે ઓલ પાર્ટી મીટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. પહેલો- દરેક નેશનલ પાર્ટી. બીજો- જે પાર્ટીઓના લોકસભામાં 5 સાંસદ છે. ત્રીજો- નોર્થ ઇસ્ટની મુખ્ય પાર્ટીઓ.  ચોથો- જે પાર્ટીના નેતા કેન્દ્રીય કેબિનેટમાં સામેલ છે. તેના આધારે 20 પાર્ટી આજની મીટિંગમાં સામેલ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.