Abtak Media Google News

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત પહોંચી ગયા છે. પુતિનની આ મુલાકાતથી ભારતને એક નવી તાકાત મળશે જેથી વૈશ્વિક સ્તરે ભારતનું કદ વધારે મોટું થશે. પુતિનની આ મુલાકાત ઉપર અમેરિકાની પણ કડક નજર છે. હકીકતમાં આ મુલાકાતથી રશિયા દ્વારા ભારતને S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ મળવાની શક્યતા છે. અમેરિકાને ભારત-રશિયાની આ મિત્રતા પસંદ નથી.બીજી બાજુ પાકિસ્તાનની પણ આ મુલાકાત ઉપર નજર છે.

પુતિનની ભારત યાત્રા પહેલાં જ અમેરિકાએ તેમના સહયોગી દેશોને રશિયા પાસેથી કોઈપણ પ્રકારની મહત્વની ખરીદી-કરાર ન કરવાની ચેતવણી આપી છે. અમેરિકાએ સંકેત આપ્યો છે કે, જો અમેરિકાનો કોઈ સહયોગી દેશ રશિયા સાથે કરાર કરશે તો અમેરિકા તેમની સાથેના સંબંધો પર પ્રતિબંધ લગાવી શકે છે.પુતિન ગુરુવારે સાંજે દિલ્હી પહોંચ્યા હતા. એરપોરર્ટ પર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારપછી મોદીએ તેમના સરકારી આવાસ પર તેમનું સ્વાગત કર્યું હતું અને તેમના માટે ખાસ ડિનરની વ્યવસ્થા કરવામાં આવી હતી.

પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મી ભારત-રશિયા વાર્ષિક દ્વિપક્ષીય બેઠકમા ભાગ લેશે.ભારત-રશિયા વચ્ચે એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ સહિત 20 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થવાનો અંદાજ છે. રશિયન સંસદના એક ટોપ ઓફિસરના જણાવ્યા પ્રમાણે ભારત મુલાકાતમાં પુતિન 5 બિલિયન ડોલર (અંદાજે 36 હજાર કરોડ રૂપિયા)ના S-400 ડિફેન્સ સિસ્ટમ ડીલ પર સાઈન કરી શકે છે. આશા છે કે આજે 5 ઓક્ટોબરે બંને નેતા સંયુક્ત નિવેદન પણ આપે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.