Abtak Media Google News

રાજકોટના વાલીઓને અપાશે શાળાઓની ઉત્તમ પસંદગી: મુંઝવણો દુર કરવા પ્રયાસ થશે

રાજકોટના વાલીઓ તેમની શાળાની શોધ માટે પ્રિમિયમ સ્કુલ્સ એકિઝબિશનનું આયોજન પ અને ૬ ડિસેમ્બરના રોજ ઇમ્પિરિયલ પેલેસ, રાજકોટમો થશે. રાજકોટના તમામ વાલીઓ જે આ એકિઝબિશનની મુલાકાત લેશે તેમને ઘણી મુંઝવણ દૂશ થશે. તેઓ જરુરી માહીતી એકઠી કરી શકશે. અને શાળાઓના પ્રતિનિધિઓ સાથે વાત કરી શકશે. આ સાથે સ્પોટ કાઉન્સેલીંગ અને સ્પોટ એડમિશન્સ ઓફર્સની સુવિધા પણ હશે. અસંખ્ય વાલીઓએ અને બાળકોની સંખ્યા દર વર્ષે આ પ્રકારના એકિઝબિશનમાં વધે છે અને તેઓગત વર્ષના મુકાબલે વધુ વિશાળ સંખ્યામાં આ વખતે આવે એવી શકયતા છે. અનેક પરિવારો ગુજરાતના અન્ય સ્થળોએથી મુસાફરી કરીને આવશે અને શાળાના પ્રિન્સીપાલ અને એડમીશન ઓથોરીટીને મળીને જાણકારી મેળવી શકશે.

અફેર્સ એકિઝબિશન્સ એન્ડ મીડીયા પ્રા.લી.ના ડિરેકટર રિતેશ જયસ્વાલે કહ્યું હતું કે, આઇઆઇપીએસઇનો હેતુ ભારતમાં ગુજવત્તાયુકત સ્કુલ એજયુકશેનની વધતી માંગને પહોંચી વળવાનો છે. અમે ભારતભરની અગ્રણી શાળાઓને એક સાથે લાવ્યા છે. જેથી શાળાએ જતાં બાળકોના વાલીઓ સીધા જ શાળાના પ્રતિનિધિઓ સાથે સંપર્ક કરી શકે તેમાં તેઓ નિ:શુલ્ક સલાહસુચનો મેળવશે. અને કરંટ અપડેટેડ માહીતી, આર્થિક વિકલ્પો, સ્પોટ એડમીશન ઓફર્સ અને અન્ય કોઇ મુદ્દા વિશેની શંકા દુર કરવા જેમ કે રેસિડેન્સિયલ સ્કુલ્સના લાભો, કો-એજયુકેશનલ બોડિંગ સ્કુલના પરીણામો અને બોર્ડ કરિકયુલમ્સનું મહત્વ વગેરે બાબતો વિશે જાણકારી મેળવી શકશે. આ બધું જ છત્ર નીચે  કોઇપણ લાંબી મુસાફરી કર્યા વિના કે કોઇ પોસ્ટલ વિલંબ વિના કે વેરિફાઇ ન હોય એવી કોઇ વેબસાઇટ પરથી માહીતી લીધા વિના રુબરુ જ તમામ માહીતી આ આઇઆઇપીએસઇમાંથી મેળવી શકાશે.

આ શોમાં અમદાવાદ, સુરત, વડોદરા, દહેરાદુન, બેગ્લોર પૂણે, નાસિક, ઉદયપુર, ભોપાલ, ઇન્દોર અને ભારતના અન્ય સ્થળોએ આવેલી શાળાઓ પણ અહીં સામેલ થશે. મોટાભાગની શાળાઓ પ્રિમિયમ સ્કુલ્સ એકિઝબિશન્સમાં સામેલ થશે. અને તેમાં ઇન્ટરનેશનલ અભ્યાસક્રમ ઉપરાંત બોડીંગની સુવિધાઓ પણ હોય છે. વેબ બ્રાઉઝર્સ અને સર્ચ એન્જીન્સના જમાનામાં દરેક વ્યકિત માહીતી મેળવી શકેછે.પણ તે એટલી પૂરતી કે વિશ્ર્વસનીય હોતી નથી. દરેક વ્યકિત એક જ સ્થળે તમામ વસ્તુ મળે એવું ઇચ્છે છે. પ્રિમિયમ સ્કુલ્સ એકિઝબિશન તેના જવાબછે અને આ શો વાલીઓમાં ઘણો લોકપ્રિય બની રહ્યો છે.

પ્રિમિયર સ્કુલ્સ એકિઝબિશન ૧૪ વર્ષથી યોજાય છે. અને વાલીઓને સાચી શાળા મેળવવા અંગેના વિચારને બાળકના ભવિષ્યને ઘડવા માટેની આ વ્યવસ્થા છે. અફેર્સ એકિઝબિશનસ અને મીડિયા પ્રા.લી. ના ડિરેકટર રિતેશ જયસ્વાલના જણાવ્યા પ્રમાણે તમારા બાળકોને ખાસ બોડીંગ સ્કુલમાં મોકલવા એ ઘણો ઇમોશનલ નિર્ણય હોય છે. અમે આશા રાખી છીએ કે કામ તમારા માટે સરળ બનશે અને વાલીઓ ભારતની ડે, રેસિડેન્સિયલ અને ઇન્ટરનેશનલ સ્કુલ્સ વિશે એક જ છત્ર નીચે માહીતી મેળવી શકશે.

અફેર્સ એકિઝબિશન્સ એન્ડ મીડિયા પ્રા.લી. ના સીનીયર મેનેજર જયદીપ ત્રિવેદીએ કહ્યું હતું અમે અહીં સૌથી વધુ લિજેન્ડરી અને ઇન્ટરનેશનલી જાણીતી ભારતીય બોડિંગ સ્કુલ્સને પ્રદર્શિત કરી રહ્યા છીએ. જેમાં વિઘાર્થીઓને અને શિક્ષકોને રેસિડેન્સિયલ સુવિધાઓ જ નથી આપતા પણ સ્પોર્ટસ એકેડેમેકિસ સુવિધાઓ અને સુપરવિઝન સાથેના પેકેજ પણ ઓફર કરવામાઁ આવે છે. ભારતની આવી અનેક ખાસ શાળાઓ છે. જેમાં બાળકોને ઇન્ટરનેશનલ માઇન્ડસેટ અને ઇન્ટર કલ્ચરલ અવેરનેસ સાથેના ગ્લોબલ સીટીઝન બનાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.