Abtak Media Google News

ગણતંત્ર દિવસની પૂર્વ સંઘ્યાએ રાષ્ટ્રપતિ મેડલની યાદી પ્રસિઘ્ધ કરવામાં આવી જેમાં રાજકોટના પૂર્વ પી.આઇ. એચ.એમ. ગઢવી સહીત ૧૯ પોલીસ અધિકારીઓની પસંદગી પામતા પોલીસ બેડામાં ખુશીનો માહોલ સર્જાયો છે.

કેન્દ્ર સરકાર દ્વારા ઉત્કૃષ્ટ અને પ્રસંશનીય કામગીરી કરવા બદલ પ્રજાસત્તાક પર્વ પર ગુજરાત ના ૧૯ પોલીસ અધિકારી  જવાનોને મેડલ એનાયત થનાર છે. જેનું હાલ લિસ્ટ સામે આવી ચૂક્યું છે. બે જવાનોને પ્રેસિડેન્ટલ પોલીસ મેડલ તો ૧૭ જવાનોને પોલીસ મેડલ એનાયત થશે.

પ્રેસિડેન્ટલ પોલીસ મેડલમાં જેમના નામ છે તેમાં બિંદેશ શાહ પીઆઈ, અમદાવાદ અને કુમાર રાય જગદીશરાય ચંદ્ર વાયરલેસ પીઆઈ કમિશનર ઓફિસ અમદાવાદનો સમાવેશ થાય છે.

આઈજી ડો. અર્ચના શિવહરે, આઈજી જે. આર. મોથલીયા, ડીવાયએસપી રમેશ કે પટેલ, એસીપી આર.આર. સરવૈયા, ડીવાયએસપી ભરત માળી, આર્મ્ડ ડીવાયએસપી વિક્રમ ઉલવા, ડીવાયએસપી રાજેશ બારડ, ડીવાયએસપી કિરણ પટેલ, વાયરલેસ પીઆઈ કુમોદચંદ્ર પટેલ, પીઆઈ હિતેન્દ્રસિંહ ગઢવી, એએસઆઈ જીતેન્દ્ર પટેલ,  એએસઆઈ બળવંત ગોહેલ, એએસઆઈ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ હિમંતસિંગ બામણીયા, હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ કોસાડા, એએસઆઈ કિરીટ જયસ્વાલ અને પોલીસ કોન્સ્ટેબલ નારણભાઈ પંપાણીયાનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.