Abtak Media Google News

પાંચ દિવસ પહેલા કબૂતર બિલ વાલી સિરામિક ટાઇલ્સની ગાડી પકડી મોટો તોડ કરી લેવાયો:સરકારી તિજોરીને કોરી ખાતા હપ્તા ખોર અધિકારીઓ

જીએસટી અમલી બન્યા પૂર્વે મોરબીમાં ચાલતો બે નંબરનો વેપાર જીએસટી લાગુ પડ્યા બાદ બંધ થવાને બદલે જોર-શોરથી ચાલી રહ્યો છે અને હવે તો જીએસતીના પ્રિવેન્ટીવ અધિકારીઓ જ આવા ગોરખધંધા માટે રહીને કરાવતા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.

સુમાહિતગર સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં જીએસટી ના પ્રિવન્ટીવ અધિકારીઓ અને કબુતર બીલ વડે ધંધો કરતા વેપારીઓ વચ્ચે જોરદાર સાંઠગાંઠ થઈ ગઈ છે ચાર-પાંચ દિવસ પૂર્વે આવી જ એક કબૂતર બિલ વાળી ગાડી અને આવા કબૂતર બીલવાળા પકડાયા બાદ પણ કોઇ એકશન લેવામાં ન આવતા અધિકારીઓ અને કબૂતર બીલિંગવાળાઓનું ગઠબંધન ખુકુ પડ્યું છે.

વધુમાં જુના વેટ વિભાગ અને હાલના જીએસટી વિભાગના અધિકારીઓ ફક્ત ને ફક્ત હપ્તામા જ રસ હોવાને કારણે બે નંબરનો વેપાર વધ્યો છે અને  સરકારની તિજોરીમા મોટું નુકશાન જઈ રહ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે જો ચાર પાંચ દિવસ પહેલા ના પકડાયેલ કબુતર બિલ વાલા અને બીલ વગરની ગાડી ની તપાસ થાય તો ઘણી મોટી ચોરી પકડાય તેમ છે પરંતુ હપ્તાખાવ અધિકારીઓ મામલો દબાવી ને બેએ જતા આ મામલે હાલમાં ઉચ્ચકક્ષાએ ફરિયાદ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ જીએસટીના કમિશનર લલીત પ્રસાદના માર્ગદર્શન હેડેળ હેડ ક્વાર્ટર પ્રિવેન્ટીવના આસી. કમિશનર વી.ડી. બહોરા અને તેમની ટીમના સુપ્રિ. અઝયકુમાર સિંઘ, સત્યનારાયણ તથા સજુ જોન સહિતના અધિકારીઓની ટીમે એકાદ માસ પૂર્વે કબૂતર બિલ ઉપર માલ મોકલવા મામલે અડધો કરોડની ટેક્સ ચોરી પકડી હતી.પરંતુ ફરી પાચજો આ સીલ સિલો હરુ થયો છે અને સરકારને કરોડોના નુકશાન પહોંચાડી અધિકારીઓ પોતાના ઘર ભરવાના ધંધા કરી રહ્યા છે.

જીએસટીના અમલ બાદ મોટી મોટી વાતો કરવામાં આવતી હતી કે ચોરીનો સિલસિલો અટકી જશે પણ જે રીતે એકસાઈઝ ચોરી કરવામાં આવતી હતી તે જ રીતે જીએસટીમાં પણ ફરીથી ચોરી શરુ કરી દેવામાં આવી છે.જીએસટીના અમલ બાદ ડીજીસીઇઆઈનું નામ બદલી જીએસટીઆઈ એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલીજન્સ રાખવામાં આવ્યું છે અને તેઓ પાસે પણ જીએસટી ચોરી વિષે માહિતીઓ આવી રહી છે પણ તેઓ દ્વારા હમણા પગલાં લેવામાં આવી રહ્યાં નથી પરિણામે જીએસટી ચોરીનું પ્રમાણ બેફામ હદે વધ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.