‘જંગલનું જતન’ સાવજની ‘ડણક’ બુલંદ કરી દેશે

આજે ૧૦ ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ રાજકોટ શહેરમાં રહેતા અને છેલ્લાં ૩૫ વર્ષથી ફોટોગ્રાફી કરતા ફોટોગ્રાફરે તેમની કારકિર્દી દરમિયાન સૌથી વધુ લાખોની સંખ્યામાં સિંહ ના ફોટોગ્રાફ્સ તેમના કેમેરામાં ક્લિક કર્યા છે.

ભારતના ૩૦થી વધુ જંગલોમાં સિંહ ની ફોટોગ્રાફી કરી તેઓએ અલભ્ય ફોટો કલેક્શન કર્યું છે.

વિકાસના નામે જંગલનો વિનાશ ન થાય તે ખૂબ જરૂરી: ભૂષણ પંડયા (વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર)

૬૫ વર્ષીય  વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર ભૂષણ પંડ્યા એ અબતક મીડિયા સાથે ની વાતચીત માં જણાવ્યું કે વર્લ્ડ લાયન ડે દુનિયા ના ઘણા દેશો માં ૧૦ ઓગસ્ટ ના દિવસે ઉજવાય છે ૨૦૧૩થી ઉજવવાની શરૂવાત થઈ હતી અમેરિકાના ફ્લોરિડા સ્ટેટમાં એક સંસ્થા છે ’ બિગ કેટ રેસ્ક્યુ ’તેણે અને નેશનલ જિયોગ્રાફી સોસાયટીએ સાથે મળી ને વર્ષ ૨૦૧૩ ની ૧૦ ઓગસ્ટ થી લાયન ડે ની શરૂવાત કરેલી.એશિયા અને યુરોપ ના ઘણા બધા ક્ધટ્રી માં અને આફ્રિકા ના ઘણા બધા ક્ધટ્રી માં સિંહોની ઘણી પ્રજાતિ હતી જેવી કે બારબેરી લાયન, કેપ લાયન,યુરોપિયન લાયન,આફ્રિકન અને એશિયાટિક લાયન પણ ધીરે ધીરે જંગલો નો નાશ થતો ગયો અને લોકો શિકાર કરવા લાગ્યા તેના લીધે એક પછી એક ઘણા દેશો માંથી સિંહ અદ્રશ્ય થઈ ગયા. છેલ્લે આફ્રિકા અને ભારતના સૌરાષ્ટ્ર માં થોડા સિંહ બચી ગયા.આપણા ભારત માં એશિયાટિક લાયન છે પણ હવે તેને ઇન્ડિયન લાયન કે ગિરલાયન પણ કહેવામાં આવે છે અને આફ્રિકા ના ૫૪ દેશો માંથી ૨૮ દેશો માં સિંહ લુપ્ત થઈ ગયા છે.એક સમય માં આફ્રિકન લાયન ની સંખ્યા લાખો માં હતી જ્યારે અત્યારે વિસ હજાર જેટલા રહ્યા છે.લોકો માં સંરક્ષણ આવે જંગલ ને વિનાશ થતા રોકી શકાય તે હેતુ થી ૧૦ ઓગસ્ટ ને દિવસે વર્લ્ડ લાયન ડે ઉજવાય છે .તે દિવસે મોટા ભાગ ના દેશો ની સંસ્થા સિંહ ના સંરક્ષણ માટે ફંડ ભેગું કરે છે અને જ્યાં જરૂર હોય ત્યાં મોકલાવે છે.આપણે ત્યાં ગીર એશિયાટિક લાયન ની રાજધાની કહેવાય છે ત્યાં પણ ૫ વર્ષ થી ઉજવણી થાય છે અને યંગ જનરેશન ના બાળકો ને સિંહ વિશે માહિતી આપવામાં આવે છે કારણકે આવતી કાલ ની પેઢી જંગલ નું સંરક્ષણ કરશે જેથી તેનામાં વધારે જાગૃતિ આવે તે જરૂરી છે પ્રજાતિ ના રક્ષણ ની સાથે સિંહ ના ઘર નું રક્ષણ કરવું પણ એટલું જ જરૂરી છે તો જ સિંહ બચી શકશે જંગલ વિના સિંહ નહિ બચી શકે.આ વખતે કોવિડ ૧૯ ના હિસાબે વર્ચ્યુલી દિવસ મનાવવામાં આવશે અને સોસીયલ મીડિયા દ્વારા પોસ્ટ મૂકી ને અવરેનેસ ફેલાવવામાં આવશે અને તેમાં જે ભાગ લે તેની પણ નોંધ થાય છે અને સૌથી વધારે જેના લાઈક,કોમેન્ટ હશે તેને મેડલ અને સર્ટિફિકેટ  પણ આપવામાં આવશે.ભવિષ્ય માં પણ આવી જ રીતે કાર્ય થતા રહેશે અને જ્યારે પરિસ્થિતિ સુધરશે તો ફિઝિકલ રીતે પણ બધા ભેગા થશુ.લોકો ના મન માં એવું હોય છે કે જંગલ માં જવું ખૂબ જોખમી છે પણ મારા હિસાબે શહેર માં માણસો ની વચ્ચે રહેવું ખૂબ મુશ્કેલ છે સિંહ જેવા વન્યપ્રાણી  પરિવાર ના સભ્યો હોય તેવું લાગે છે. જો નર સિંહ ની નજીક જઈને જોઈએ તો તેના   મોઢા નો ભાગ મનુષ્ય ને મળતો આવે છે અને ઘણી વખત તે શાંત થઈ ને બેસે તો એમ લાગે કે સંત બેઠા છે. આમ તો તે જંગલ નો રાજા કહેવાય અને તેનો સ્વભાવ પણ રજવાડી છે બધા પ્રાણીઓ માં સિંહ ની ફોટોગ્રાફી એટલી અઘરી નથી પરંતુ ઘણી વાર આપને સિંહ ને ચાલતો જોઈએ અને તેની હરકતો ને આપણે કેપ્ચર કરવી હોય તો તેના માટે નસીબ જોર કરે  અને કુદરત ના આશીર્વાદ હોય ત્યારે મળે છે.જ્યારે હું જંગલ માં  જાવ ત્યારે કાઈ નક્કી નથી હોતું જે મળે તે ક્લિક કરી લવ છું જો પહેલે થી નક્કી કરી ને જઈએ તો એવું કંઈ જ થતું નથી.૧૦ ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવીયે તે સારી વાત છે પણ આપણે આખું વર્ષ સિંહ દિવસ માની ને ઉજવવો જોઈએ. એક વર્ષ ઉજવી ને ભૂલી જવાથી કાઈ ફાયદો નહીં મળે અને લોકો કાયમ માટે જંગલો બચાવે અને ડેવલોપમેન્ટ ના નામે જંગલો નો વિનાશ ન થાય તે ખૂબ જરૂરી છે કારણકે  જંગલો વિના મનુષ્ય નું અસ્તિત્વ નથી.

આજે ગૌરવવંતો દિવસ, ગામડાના લોકોના સહયોગને કારણે સિંહોની સંખ્યામાં વધારો: ડો.અંશુમન શર્મા

ડો. અંશુમન શર્મા (નાયબ વન સંરક્ષણ શ્રી ગીર-  પૂર્વ)એ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે ગૌરવવંતો દિવસ કહી શકાય. સૌથી વધુ સિંહોની સંખ્યા આપણા ગુજરાતમાં અને એમાં પણ આપણા કાઠીયાવાડમાં છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સિંહોની સંખ્યા દિવસે ને દિવસે વધે. સિંહોનું જતન થાય તે માટે ડિપાર્ટમેન્ટ તમામ કાળજી રાખી રહ્યું છે. સાસણ ગીરમાં આસપાસના ગામડાના માણસોનો ખુબજ સાથ સહકાર મળતો રહે છે. તમામ લોકોની લાગણીઓને કારણે સિંહોની સંખ્યા સૌથી વધુ છે.

Loading...