Abtak Media Google News

વરાછા અને ભાવનગરમાં સ્પેશ્યલ બસની સુવિધા આપવા જીલ્લા ભાજપ મહામંત્રી કમલેશ કાલાણીની માંગ

રો-રો ફેરી બાબતે સુરત તથા સૌરાષ્ટ્રના ઘણા કાર્યકર્તાઓ તથા આગેવાનોની રજુઆત અને માંગણી છે કે એસ.ટી. ની વ્યવસ્થા ન હોવાને કારણે ભાવનગરથી ઘોઘા જવા માટે પેસેન્જર ને રૂ. ૧૫૦ જેવો ખર્ચ થાય છે. તેમજ દહેજ થી સુરત જવા માટે રૂ.૨૦૦ જેવો ભાડા ખર્ચ થાય છે અને રો-રો સર્વિસનું ભાડુ રૂ.૫૦૦ છે. કુલ મળીને રૂ. ૮૫૦ જેવો એક વ્યકિત દીઠ ખર્ચ થાય છે. તેની સરખામણીએ પ્રાઇવેટ ટ્રાવેલ્સમારૂ. ૪૫૦ ભાડુ થાય છે. કજેના કારણે લોકો રો-રો ફેરીના બદલે પ્રાઇવેટ ટ્રાવેલ્સનો વધારે ઉપયોગ કરે છે. રો-રો ફેરી સર્વિસમાં પેસેન્જરની ક્ષમતા ૧૦૦ ની છે. તેની સામે ૩૫-૪૦ પેસેન્જર આવન-જાવન કરે છે. જેના કારણે સરકારને ખોટો ખર્ચ થાય છે. અને પેસેન્જર ખર્ચના કારણે ફેરી સર્વિસમાં મુસાફરી કરવાનું પસંદ કરતા નથી.

આ જટીલ પ્રશ્ર્ન બાબતે જીલ્લા ભાજપના મહામંત્રી કમલેશ કાનાણી દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી, કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ ‚પાલા, મનસુખભાઇ માંડવીયા, પ્રભારી મંત્રી આર.સી.ફળદુ અને પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઇ વાછાણીને લેખીતમાં રજુઆત કરી છે. જો આ ફેરી સર્વિસનું ભાડુ ઘટાડવામાં આવે અને સુરત (વરાછા) થી દહેજ અને ભાવનગરથી ઘોઘા સુધી એસ.ટી. બસની સ્પેશ્યલ રો-રો  ફેરી સર્વિસ માટે શરુ કરવામાં આવે અને ભાવનગર અને સુરક (વરાછા) માં આ બસના બસ સ્ટોપ બનાવવામાં આવે તો સામાન્ય જનતાને ભાડામાં ફાયદો થાય અને આમ જનતા વધારેમાં વધારે રો-રો ફેરી સર્વિસનો લાભ લઇ શકે અને ફેરી સર્વિસમાં ક્ષમતા પ્રમાણે પેસેન્જર મળી રહે જેનાથી સરકારને પણ ફાયદો થાય તેમ કરવા જણાવ્યું છે તેમ જીલ્લા ભાજપની યાદીમાં  જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.