Abtak Media Google News

પ્રધાનમંત્રી ફસલ વિમ યોજનામાં ‚રૂ ૨૧૮ કરોડની ફાળવણી, તેમ છતાં ખેડુતો વિમા યોજનાનાં લાભથી વંચીત

થોડા સમય પહેલા જ અમરેલી જીલ્લાના સાંસદ નારણભાઇ કાછડીયાના પ્રયાસોથી અમરેલી જીલ્લામાં ખેડુતોના હિત માટે ‚રૂ ૨૧૮ કરોડ પ્રધાન મંત્રી સફલ વિમા યોજના અંતર્ગત અમરેલી જીલ્લાના ખેડુતોના કપાસ અને મગફળીના પાક નિષ્ફળ રહ્યા હતા તે સંદર્ભે કેન્દ્ર દ્વારા આ રકમ મંજુર કરાઇ હતી.

સાંસદ નારણભાઇ કાછડીયા દ્વારા આ સંદેર્ભ રાજુલા જાફરાબાદમાં પ્રધાન મંત્રી ફસલ વિમા યોજનાનો લાભ આ વિસ્તારના લોકોને નહીં મળતા દિલ્હી ખાતે નારણભાઇ કાછડીયા દ્વારા કેન્દ્રીય કૃષિ પ્રધાન રાધા મોહનસિંહ તથા કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને અમરેલી જીલ્લા ના આગેવાન અને કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી પુરૂષોતમભાઇ રૂપાોા ને રુબરુ મળી અને રાજુલા જાફરાબાદના ખેડુતો માટે રજુઆત કરી હતી અને પ્રધાનો દ્વારા સકારાત્મક ખાતરી પણ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર પ્રધાનો દ્વારા ઉપરોકત બાબતમાં ખેડુતોના હિતને ઘ્યાનમાં રાખી આ વિસ્તારમાં જલ્દીથી જલ્દી તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.