Abtak Media Google News

મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ મળી પણ પોલીસે ગુનો ન નોંધ્યાનો આક્ષેપ

શહેરના રૈયાધાર પર આવેલા જોકીયા હનુમાનજી મંદિરના પૂજારીને બળાત્કારના ગુના ફસાવી સમાધાન માટે રૂ.૨૫ લાખની માગણી કરવામાં આવતા કંટાળીને વૃધ્ધ પૂજારી સ્યુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઇ કરેલા આપઘાત અંગે ગાંધીગ્રામ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં ન આવતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને રજૂઆત કરવામાં આવી હતી.

રૈયાધાર પર આવેલા જોકીયા હનુમાનજી મંદિરને આવક સારી હોવાથી મંદિરના પૂજારી મગનદાસ મોહનદાસ નિમાવત પાસે તૃપ્તીબેન સુરેશભાઇ, સુરેશભાઇ રવજીભાઇ ભટ્ટી અને અશ્વીન રવજી ભટ્ટી દ્વારા પૈસાની માગણી કરવામાં આવી હતી. પૈસા આપવાની ના કહેતા મંદિરના પૂજારી સામે બળાત્કારનો કેસ કરવામાં આવ્યો હતો.

તેમજ મંદિરને સવેરા પૂજા કરવા આવતા દર્શનાર્થી જયસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ જાડેજા અને મંદિરના પૂજારી મગનદાસના પુત્ર દિનેશભાઇ નિમાવત સામે માર માર્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી. બંને ફરિયાદ નોંધાવ્યા બાદ કેસમાં સમાધાન માટે રૂ.૨૫ લાખની માગણી કરવામાં આવતી હોવાથી મંદિરના પૂજારી મગનદાસ નિમાવતે સ્યુસાઇડ નોટ લખી મંદિરના પટ્ટાગણમાં જ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હોવા છતાં યુનિર્વસિટી પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવતો ન હોવાના આક્ષેપ સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.