Abtak Media Google News

ભકિતનગર સ્ટેશનને ટર્મીનેશન સ્ટેશન તરીકે જાહેર કરવામાં આવે તો માળખાકીય સગવડતાઓ પણ વિકાસ પામે અને સ્ટેશનને મહત્વના સ્ટેશનનું સ્થાન મળે તેવી માંગ

રાજકોટમાં જંકશન પછીનું બીજુ  સ્ટેશન ભકિનગર રેલવે સ્ટેશન સ્થાન ધરાવેછે. જયારે શહેરની મઘ્યમાંથી ઢેબર રોડ પર આવેલ રેલવે લાઇનનું સ્થળાંતર કરવામાં આવ્યું ત્યારે રાજકોટ શહેરના ભવિષ્યના વિકાસને નજરમાં રાખી નવી રેલવે લાઇન પર ભકિતનગર સ્ટેશનનું નિર્માણ કરવામાં આવેલ. આ સ્ટેશનના ભવિષ્યના વિકાસને ઘ્યાને રાખી ખુબ જ વિશાળ જગ્યા ફાળવવામાં આવેલ છે. હાલમાં પણ આ સ્ટેશન પાસે વિશાળ જગ્યા હોવાથી ફાજલ રહેલી જગ્યામાં શહેરની સામાજીક સંસ્થાઓના સહયોગથી ખાસ કરીને સૌરાષ્ટ્ર પેસેન્જર એસો. અનુલ મોટર્સ પ્રા.લી. તથા અન્ય આોઘોગિક એકમો અને ગ્રેટર રાજકોટ મેમ્બરના પ્રયત્નોથી વિશાળ ગાર્ડનરુપે વૃક્ષો વાવી વન ઉભુ કરવામાં આવેલ છે.

આ સ્ટેશન પર અપ અને ડાઉન લાઇનોની એક પેર આવેલી છે. અને આ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી બંદર કિનારાથી શરુ થતી લાંબા અંતરની ટ્રેઇનો તથા રાજકોટ જંકશનથી બંદર કિનારાના સ્ટેશનોને જોડતી ટુંકા અંતરની ટ્રેઇનોની આવન જાવન રહે છે તેથી આ સ્ટેશન છેલ્લા થોડા સમય થયા ખુબ જ સકીય બનેલ છે. તેની સાથો સાથ રાજકોટ જંકશન  સ્ટેશન પણ સમયના પ્રમાણમાં અને શહેરના વિકાસને અનુલક્ષીને રાષ્ટ્રીય કક્ષાના મહત્વના સેન્ટરો સાથે જોડાણ કરવાાના ઉદ્દેશ્યથી નવી નવી કેટલીક ટ્રેઇનો  આવતા વિકાસ પામેલ છે. નવી ટ્રેઇનો રાજકોટ  જંકશન સ્ટેશનથી શરુ થતી અને આવતી ટ્રેઇનો અહી ટર્મીનેટ થતી હોવાથી રાજકોટ જંકશન સ્ટેશન પર ક્ધઝશન રહે છે.

મહત્વનું છે કે ભકિતનગર સ્ટેશનની સ્થાપના થઇ ત્યારે રાજકોટ શહેરના વિકાસ ખુબ જ મર્યાદીત હતો અને વસ્તી પણ મર્ગાદીત  એટલે કે લગભગ એક લાખની આસપાસ રહેલ અને સાઉથ વેસ્ટ રાજકોટના વિસ્તાર એટલે કે ભુતખાના ચોક કે લોધાવાડ ચોકથી આગળ ખુબ જ ઓછો વિસ્તાર વિકસીત થયેલ હતો. જેથી આ સ્ટેશન સામાન્ય રીતે ફલેગ સ્ટેશન તરીકે અસ્તિત્વમાં રહેલ સમયાંતરે અહીંથી પસાર થતી જુદી જુદી ટ્રેઇનોનો હોલ્ટની માંગણી થતા પેસેન્જરોની આવન જાવન વધેલ હાલમાં આ સ્ટેશનનો ઉપયોગ રાજકોટ સાઉથ વિભાગમાં આવેલી વસ્તી દ્વારા ખુબ જ થઇ રહેલ છે અને અહીંથી આનવ જાવન થતી મોટાભાગની ટ્રેઇનોનો હોલ્ટ અહી થાય છે. તેથી સોમનાથ, વેરાળવ, જુનાગઢ તથા ધોરાજી, ઉપલેટા, પોરબંદર, જેતપુર, વિરપુર તથા ગોંડલ જેવા વિસ્તારમાં રોજના આવન જાવન કરતા અનેક પેસેન્જરો આ સ્ટેશનનો ઉપયોગ કરી રહેલછે.

રાજકોટ શહેરને મોટા પ્રમાણમાં વિકાસ થયેલ છે અને આ વિસ્તારમાં રહેતા લોકોને હાલમાં સમગ્ર દેશમાં મુસાફરી કરવાની થતી હોય છ. તેથી તેઓને થોડા લાંબા અંતરે આવેલ રાજકોટ જંકશન સ્ટેશન સુધી જવાનું અને આવવાનું રહે છે. જો આ સ્ટેશનનો વિકાસ કરવામાં આવે તો આ વિસ્તારના લોકોને નજીકના અંતરે રેલવે સ્ટેશનનો લાભ મળી શકે.

આ સ્ટેશનને ટર્મીનેશન સ્ટેશન તરીકે જાહેર કરી તેનો વિકાસ કરવામાં આવે તો ટર્મીનેટ થતી ટ્રેઇનોને મેઇન્ટેઇન કરવા જરુરી માળખાકીય સગવડતાઓ પણ વિકાસ પામે અને આમ આ સ્ટેશન મહત્વના સ્ટેશન તરીકે સ્થાન પામે તેથી આ તકે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર સમક્ષ તથા રેલવે મંત્રાલય સમક્ષ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા સૌરાષ્ટ્ર પેસેન્જર એસો. દ્વારા આ સ્ટેશનને ટર્મીનેશન સ્ટેશન જાહેર કરવા ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા તથા ઉપપમુખ રાજુભાઇ દોશી તથા સૌરાષ્ટ્ર પેસેન્જર એસો. ના પ્રમુખ કિરણભાઇ શુકલ દ્વારા રજુઆત કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.