Abtak Media Google News

વારંવાર રજુઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા ચિંતા સાથે જોવા મળતો રોષ

આરટીઈ બાબતે તંત્ર અને સરકાર દ્વારા કોઈપણ નિર્ણય લેવામાં આવતો ન હોવાથી આજે કલેકટર કચેરી ખાતે છેલ્લી વખત રજુઆત કરવા વાલીઓ પહોંચ્યા હતા. જેમાં પ્રવેશથી વંચિત બાળકોની એક યાદી તૈયાર કરવામાં આવી હતી Vlcsnap 2017 06 14 13H20M08S206અને આ યાદીને તંત્રને સોંપવા માટે તૈયારી શ‚ કરવામાં આવી છે. છેલ્લા એક મહિનાથી વારંવાર કચેરીઓના ધકકા ખાવા છતાં પણ બાળકોને આરટીઈ હેઠળ એડમીશન મળતું ન હોવાથી વાલીઓમાં ચિંતા સાથે રોષ પણ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિમાં હવે આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી શ‚ કરવાની તૈયારી પણ હાથમાં લેવામાં આવી છે.

આ અંગે વાલીઓએ કહ્યું હતું કે, જો આ રજુઆતો બાબતે તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તો ભવિષ્યમાં હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે. ગરીબ અને જ‚રીયાતમંદ બાળકોને આરટીઈ હેઠળ પ્રવેશ મળે તે માટે તમામ પ્રયાસો કરવા વાલીઓએ જણાવ્યું હતું અને તંત્રએ પણ આ બાબતે ગંભીર બની કામગીરી કરે તેવી માંગ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.