Abtak Media Google News

જન્માષ્ટમીનાં દિવસે ૫૬ ભોગ, હિંડોળા દર્શન, ઘોડીરાસ તેમજ મટકી ફોડનાં સુંદર આયોજનને લઈ આયોજકો અબતકને આંગણે

જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે દરેક જગ્યાએ જન્માષ્ટમીનાં ઉત્સવની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. લાલાનાં જન્મની વધામણીમાં નાના-નાના મોટા અબાલ વૃદ્ધ દરેક તૈયારીઓમાં લાગી ગયા છે. રાજકોટનાં કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે કનૈયા ગ્રુપ દ્વારા દર વર્ષે જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આ ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું ભાવભર્યું આયોજન કરાયું છે. આ તકે આયોજકોએ અબતકની મુલાકાત લીધી હતી.

શુક્રવાર જન્માષ્ટમી મહોત્સવની શરૂઆત થશે. કનૈયા ગ્રુપ દ્વારા આ વખતે ખાસ કાનુડાની જેલ, ગોવર્ધન પર્વત, કૃષ્ણ જન્મ, ગોકળીયુ ગામડુ, કાનુડાની રાસલીલા, સુંદર મજાનો હિમાલય, ગોપીતળાવ, આઠમનાં દિવસે ખાસ પાંચ ભાગનું આયોજન. હિંડોળા દર્શન, ઘોડીયારાસ, ગરબા, હુડારાસ તેમજ લાઈવ કલાકારો દ્વારા રાસની રમઝટ બોલાવવામાં આવશે. આ મહોત્સવમાં ડી.જે. આકર્ષક લાઈટ ડેકોરેશન, લેઝર લાઈટ, લાઈટીંગ પણ કરાશે. આ તકે વિસ્તારનાં અને કોઠારીયા લાપાસરી અને ખોખડદડની જનતાને ઉપસ્થિત રહેવા અનુરોધ છે. આ મહોત્સવનાં કલાકારો રાજુભાઈ હાપલીયા, ભુમી પટેલ, નવરંગ સાઉન્ડ, હરીભાઈ વસાણી સેવા આપશે. આ સાથે રાત્રે ૧૨ કલાકે મટકી ફોડવાનાં કાર્યક્રમનું આયોજન કરેલ છે.

આ મહોત્સવમાં કનૈયા ગ્રુપનાં સતુભા વેલુભા જાડેજા, હિતેશ રાઠોડ, મયુરસિંહ સતુભા જાડેજા, કાનાભાઈ આલગોતર, વિનુભાઈ ચૌહાણ, ચંદ્રસિંહ પરમાર, ભીમભાઈ રાતડીયા, માધાભાઈ આલગોતર, ઉમેદભાઈ કાઠી, નવધણભાઈ બાંભવા, સતીષભાઈ ધ્રાગીયા, નારણ લાબરીયા, લાલભાઈ આલગોતર, વિજયભાઈ મેર, ભાવેશભાઈ ચાવડા, ઈન્દ્રજીત પરમાર, અર્જુન આલગોતર, ભવનભાઈ પટેલ, ગોપાલ ટોયટા, મનોજભાઈ કાબરીયા, દેવાભાઈ ગમારા સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.