Abtak Media Google News

હલમારીની ચાનું વેચાણ રૂ.૧૦૦૦ થી ૧૨૦૦ પ્રતિકિલો રિટેલ માર્કેટમાં થઈ શકે છે

‘ચા’વિના ન ‘ચા’લે, ધણાને તો ચા પીધા વિના સવાર થતી જ નથી કારણ કે ચા જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે.એમાં પણ ભારતમાં આસામ દાર્જીલીંગ તેમજ અન્ય પ્રાંતોમાથી વિવિધ ચાની વેરાયટી મળી રહે છે. એવા ચાના શૌખીનો માટે ગુડ ન્યુઝ છે. લીજજતદાર ચાની ચુસ્તી મારવી હોયતો તમે આસામની સીટીસી ખણીદી શકો છો. આસામના હલમારીમાં યોજાયેલા પાન ઈન્ડીયા ઓકશનમાં સીટીસી ચાના ૭૦૦ રૂપીયા કિલોની કિમંત રાખી વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે.

સીટીસી ચાની ગુણવતા અને સ્વાદથી લોકો ખેંચાઈ આવતા હોય છે. ગત વર્ષે એક જ બગીચાની સેક્ધડ કુલશની ચા રૂપીયા ૬૦૦ પ્રતિ કિલો વેચાઈ હતી ત્યારે આ વર્ષે કોલકાતાના વેપારી જે થોમસે હલમારી બ્રોકન ઓરેન્જ પેકોની ઉતમ ગુણવતા ધરાવતી ૩૦૭ કિલોગ્રામ ચાની ખરીદી કરી છે. વેપારીઓનું માનવું છેકે આ ચાનું વેચાણ બજારમાં ૧૦૦૦ થી ૧૨૦૦ પ્રતિ કિલોએ રિટેલ માર્કેટમાં થઈ શકે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.