જગન્નાથજી મંદિરના મહંત દ્વારા રથયાત્રાની તૈયારીઓ

સરકારના નિયમોનું પાલન કરીને નિકળશે જગન્નાથ યાત્રા

અષાઢી બીજ નિમિતે  શહેરમાં છેલ્લા ૧૨ વર્ષથી ભગવાન જગન્નાથજી વિશાળ યાત્રા નિકળે છે. ચાલુ વર્ષ નાના મૌવા રોડ પર આવેલ જય જગન્નાથ સ્વામી મંદિરના મહંત દ્વારા યાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

મંદિરના મહંત ત્યાગી મોહનદાસ ગુરુ રામકિશોરદાસે જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં યાત્રા અમે બંધ નહીં રાખીયે. જગન્નાથજીની યાત્રા તો નિકળશે. અમારી પરંપરા, અમારા નિયમોને અમે તોડી ન શકીએ તેમજ સરકાર જે નિયમ કહેશે એમનું પાલન કરીશું અને લોકોને પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવી દર્શન કરવા અપીલ કરીશું .

Loading...