જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાની તડામાર તૈયારીઓ

36

પાયલોટ બાબાએ લીધી ગીરનાર ક્ષેત્રની મુલાકાત

જૂનાગઢ આગામી મહા શિવરાત્રી મેળાને ગયા વખતે સરકાર દ્વારા લઘુ કુંભમેળાનો દરજ્જો આપવામાં આવ્યો હતો લોકોની લાગણી અને માગણીને ગ્રાહ્ય રાખી સરકારે આ મેળાને અલગથી ગ્રાન્ટ ફાળવી લઘુ કુંભ મેળા તરીકે ઉજવ્યો હતો પરંતુ જે તે સમયે મેળાને રાજકીય ગ્રહણ લાગી જતા આ વખતે આ મેળાને પરંપરાગત મહાશિવરાત્રી મેળા તરીકે જ ઉજવવા સરકારે નિર્ણય કર્યો છે જ્યારે જૂનાગઢના સાધુ-સંતો હજુ પણ આ મેળાને મહત્વ આપી મેળો રંગેચંગે ઉજવણી કરવા જાહેરાત કરી છે મહા શિવરાત્રી મેળાને લઇને પુરા વિશ્વમાં જુનાગઢ પ્રચલિત છે આ મહા શિવરાત્રી મેળા માટે દેશભરમાંથી સાધુ સંતો ભવનાથ ક્ષેત્રમાં આવી રહ્યા છે.

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જુનાગઢ   ગીરનાર તીર્થ ક્ષેત્ર માં ગયકાલે ઉજ્જૈન મહાકાલ ધામ ના પીઠાધિશ્વર પુ. પાયલોટ બાબા એ  પધરામણી કરી ધન્યતા અનુભવી હતી તેમના આગમન અને સ્વાગત માટેની તૈયારી   ગિરનાર તીર્થ ક્ષેત્ર ના પીઠાધીશ્વર મહામંડલેશ્વર જયશ્રીકાનંદ ગીરી ની આગેવાનીમાં   સાધુ સંતો અને સમાજશ્રેષ્ઠી ઓએ  કરી હતી  પાયલોટ બાબા નું ભવનાથ તળેટી માં બેન્ડવાજા અને ફૂલો થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

ઘણા વર્ષો બાદ જૂનાગઢ ગીરનાર તીર્થ ક્ષેત્ર માં આવી ને ભગવાન ભોળાનાથના ભવનાથ મંદિર માં શીશ જુકાવી દર્શન કર્યા અને આરતી કરી પાયલોટ બાબા એ ધન્યતા અનુભવી હતી  ભવનાથ તળેટી માં જૂના અખાડા ના ગીરનાર છેત્ર ના પીઠાધિશ્વર માતાજી  જયશ્રીકાનંદ ગિરી જી દ્વારા તેમનું  ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું પાયલોટ બાબા એ ભવનાથ મહાદેવ સહિત  ગીરનાર ક્ષેત્રના આધિષ્ઠાતા ભગવાન  ગુરુ દત્તાત્રેય ભગવાન ની પણ પૂજા અર્ચન કરી ધન્યતા અનુભવી.

આ તકે પાયલોટ બાબા મિડિયા ને જણાવતા કહ્યું હતું કે હું એરફોર્સ માં હતો અને પાકિસ્તાન અને ચીન સાથે ની લડાઈ પણ મે કરી છે અને આજે ધર્મ ની ધજા ફરકાવી રહ્યો છું તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશ માટે જે કરી રહ્યા છે તે ખૂબ ગર્વ ની વાત છે દેશ ને આવા વડાપ્રધાન પેહલી વાર મળ્યા છે ૩૭૦ ની કલમ હોઈ કે ઈઅઅ મુદ્દો  હોઈ તે દેશના હિત માં નિર્ણય કર્યો છે આવકારદાયક છે.

Loading...