Abtak Media Google News

૨૬ પેરામીલ્ટ્રી ફોર્સ, ૧૫૦૦ પોલીસ, ૧૪૦૦ હોમગાર્ડ, ૩ એસઆરપી કંપની અને ૧૫૦ જીઆરડી ચૂંટણી ફરજ માટે તહેનાત: ૨૫૭૩ હથિયાર જમા લીધા, ૬૫ હજાર વાહન ચેક કર્યા, ૧૩૦૩ શખ્સોના વોરન્ટની બજવણી કરી, ૪૫૦૦ સામે અટકાયતી પગલા, ૩૦ શખ્સો પાસા અને ૨૮ને તડીપાર કરાયા

રાજકોટ શહેરમાં વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્વ માહોલમાં યોજય અને મતદારો કોઇ અફવા કે ભયભીત બન્યા વિના મતદાન કરી શકે તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતના માર્ગ દર્શન હેઠળ છેલ્લા દોઢેક માસથી તડામાર તૈયારી કરવામાં આવી હતી. ચૂંટણી બંદોબસ્તને પહોચી વળવા માટે બીએસએફ, સીઆરપીએફ, સીઆઇએસએફ, ઝારખંડ અને બિહાર પોલીસની મદદ લેવામાં આવી છે.

ચૂંટણીનું જાહેરનામું બહાર પડતાની સાથે જ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌત દ્વારા શહેરમાં ન્યાયીક અને નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજવામાં આવે તે માટે ૨૫ ઓકટોમ્બરથી જ કાર્યવાહી શ‚ કરી દીધી હતી. ૪૫૦૦ જેટલા શખ્સો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા. જેમાં ૩૦ શખ્સોના પાસા અને ૨૮ને તડીપાર કરવામાં આવ્યા છે. કોર્ટનું વોરન્ટ હોવા છતાં હાજર ન થતા ૧૩૦૩ શખ્સોના વોરન્ટની બજવણી કરી કોર્ટ હવાલે કરાયા છે. ૨૫૭૩ જેટલા પરવાનેદારોના હથિયાર જમા લેવામાં આવ્યા છે., વાહન ચેકીંગ દરમિયાન ૨૬ લાખનો વિદેશી દા‚ પકડી પાડયો છે તેમજ ગેરકાયદે બે રિવોલ્વર પકવામાં આવી છે. ૬૫ હજારથી વધુ વાહનો ચેક કરવામાં આવ્યા છે. કેટલાક વાહનોમાંથી છરી અને ધોકા મળી આવતા તેની સામે કાયદેસર કાર્યવાહી કરી છે.

ચૂંટણી બંદોબસ્તને પહોચી વળવા માટે ૨૬ કંપની પેરામીલ્ટ્રી ફોર્સ ઉપરાંત ૩ એસઆરપી કંપની, ૧૫૦૦ પોલીસ જવાનો, ૧૪૦૦ હોમગાર્ડ અને ૧૫૦ જીઆરડી જવાનોની મદદ લેવામાં આવી છે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારમાં પેરામીલ્ટ્રી ફોર્સ દ્વારા ફુડ પેટ્રોલિંગ અને વાહન દ્વારા પેટ્રોલિંગ કરી ફલેગ માર્ચ કરવામાં આવ્યું છે.

મતદાન દરમિયાન સોશ્યલ મિડીયાનો દુર ઉપયોગ ન થયા તે માટે તમામ સેલ કંપની સાથે સંપર્કમાં રહેવા પોલીસની એક ટીમ તૈયાર કરવામાં આવી છે ખોટા મેસેજથી ખોટી અફવા ઉભી કરી વાતાવરણ ડખોળવાના પ્રયાસ કરનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની પોલીસ કમિશનર દ્વારા ચીમકી દેવામાં આવી છે.

શંકાસ્પદ પ્રવૃતિ કરતા કેટલાક કાર્યકરો અને માથાભારે શખ્સો સામે ૧૨૦ જેટલા ખાનગી ડ્રેસમાં માર્કર મુકી તેની હીલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. ૫૦૦થી વધુ સીસીટીવી કેમેરા દ્વારા કંટ્રોલ ‚મમાં બેસી શહેરના તમામ ખૂણે થતી હીલચાલ પર પોલીસની બાજ નજર રહેશે અને અસરગ્રસ્ત વિસ્તારમાં રિર્ઝવ પોલીસ સ્ટાફ દ્વારા તાકીદે ઘટના સ્થળે પહોચી કડક કાર્યવાહી કરવામાં આવનાર છે. આ ઉપરાંત મતદાન મથક ખાતે ફરજ બજાવતા પોલીસ સ્ટાફ દ્વારા પણ મોબાઇલ દ્વારા રેકોર્ડીંગ કરી ગ્રુપ મોબાઇલમાં મોકલી તાકીદે કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

મતદાન દરમિયાન કુલ ૧૬૦ પોલીસ મોબાઇલ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે તમામ મોબાઇલમાં વીડિયો કેમેરા ગોઠવવામાં આવ્યા છે. મતદારોને નિર્ભય રીતે મતદાન કરવા પોલીસ કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.